________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંઓનું સમાજરચનાશાસ્ત્ર
સર્વ સાધારણ કાર્યો કરવા માટે. આ બધા માટે એક શાળા ખેલી એક જ પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ એમ શી રીતે કહી શકાય ? પરંતુ આજ સુધરેલા કાળમાં સર્વ શાળાઓમાં સર્વ વિષયો કયાં શિખવવામાં આવે છે ? ઇંગ્લંડમાં સેન્ડવર્ટ, બુલવીચ, ચેથેમ, વગેરે ઠેકાણે લશ્કરી શાળાઓ છે, ત્યાં પરમેશ્વરનું સ્વરૂપ આત્માનાત્માના વિચાર, અલંકારશાસ્ત્ર વગેરે શિખવવામાં આવતાં નથી, અને ઓકસફર્ડ કેમ્બ્રીજમાં લશ્કરી હીલચાલ પણ શિખવવામાં આવતી નથી. પુના શહેર શાળાઓથી ભરપુર હોવા છતાં શિવાજી મહારાજના નામથી શરૂ કરેલી લશ્કરી શાળાની શી જરૂર હતી ? અહીં ચાર અગર પાંચ વર્ગો પર સંસ્કાર કરવાના હોય છે અને સંસ્કૃતિ ટકી રહે, તે માટે સમાજમાં સૌથી મોટા ૮૦ ટકા જેટલા સર્વસાધારણ લેકેને અંકિત હેવાથી કોઈ પણ શાસ્ત્રીય પદ્ધતિની સુધારણ કરવી અશકય છે, એવા દુઃખોદ્દગાર કાઢવાનો પ્રસંગ આવ્યા વગર રહેશે નહિ. અહીં સર્વસામાન્ય જાતિને હલકા વગની સાથે બેસાડવાની નથી; અને આ મોટો અપ્રબુદ્ધ વર્ગ સમાજરચનાને નાશ કરવા ઉક્ત ન થાય એવો વતનમ નિશ્ચિત કરી દેવાને છે. અહીં એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે હાલે જે સાર્વત્રિક શિક્ષણ વડે સમાજ ઉન્નત કરવાની અશાસ્ત્રીય અને અસિદ્ધ કપના પ્રસાર પામી રહી છે તે પદ્ધતિની અહીં ગંધ પણ નથી. આવા ચાર જાતના વર્ગની સુપ્રજાશાસ્ત્રની દૃષ્ટિએ વ્યવસ્થા કરનારા લંકાની બુદ્ધિ કેટલી વિશાળ હશે એ વિચાર કરવા જેવો છે. અહીં સુપ્રજા એટલે બ્રાહ્મણ,
Scientific outlock by Russch; Mending of Mankind by Whitehead.
2 The Future of Life by C. C. Hurst.
· Nature and Nurture by Pearson; The Futnre of Life by Hurst and a bost of writers,
For Private and Personal Use Only