________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
હિંદુઓનું સમાજરચનામાં
*
*
*
* *
- એકંદરે પાશ્ચાત્ય ગ્રંથ કેવી રીતે વાંચવા તે સંબંધી એક સ્વતંત્ર ગ્રંથ જ લખાવો જોઈએ. હજી એક ઉદાહરણ લઈએ. “ટ્રિલિંગી પ્રજામાં રહેલે કામવિકાર એ પ્રજોત્પાદન માટે જ છે એમ નથી. જીવશાસ્ત્રનો કક્કો શિખેલી કોઈ પણ વ્યક્તિ જાણે છે કે કામવિકાર સિવાય એકલિંગી પ્રજાનું લાખો વર્ષોથી ઉત્પાદન થતું આવ્યું છે.
Sex is not primarily essential to reproduction. This should be heartily urged upon those enthusiasts who call it the life force. A little elementary biology shows us life going on swimmingly for countless ages without any sex at all, and not only living, but reproducing with unparallelled fecundity.'
Sex and Race progress-an essay by Charlotte P. Gilman in “Sex in civilization.” page 109.
આટલા નાના ઉતારામાં એકાએક સર્વશાસ્ત્રોનું ખૂન થએલું હોય તે આ સિવાય બીજો ઉતારે અમારા વાંચવામાં નથી આવ્યો. આ સર્વ માથાકુટનો હેતુ શો? તે કહે કામપૂર્તિ અને પ્રજોત્પાદન એ બને ક્રિયાઓનું વિભકિતકરણ કરી બતાવવાને! ન્યાયશાસ્ત્રની ભાષામાં ઉપરનું કહેવું નીચે પ્રમાણે માંડી શકાશે.
કેટલેક ઠેકાણે પ્રજોત્પાદન એ કામવિકારને હેતું નથી. - સર્વ ઠેકાણે પ્રજોત્પાદન એ કામવિકારને હેતુ ન હોવો જોઈએ.
કેટલેક ઠેકાણે કામવિકાર સિવાય ઉત્ક્રાંતિ ચાલુ છે. - દરેક ઠેકાણે કામવિકાર સિવાય ઉત્ક્રાતિ ચાલુ હોવી જોઈએ.
તેની સાથે તે જ ભૂમિકા પર બેસાડેલે અમે એક સિદ્ધાન્ત કહીએ છીએ.
સૃષ્ટિમાં એકલિંગી પ્રજા (Parthenogentic)માં કામવિકાર નથી. - કિલિંગી પ્રજામાં પણ કામવિકાર ન હૈ જોઈએ,
For Private and Personal Use Only