________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િલ સરમાં
મનુષ્યો કેટલી ભૂલ કરે છે. ત્યારે જે વિષયમાં મનુષ્યની સર્વ ભાવનાઓ આંધળી દેડદેડ કરી મૂકે તેવો સંભવ છે, તેવા વિવાહના વિષયમાં કેટલી ભૂલે થશે એ દરેક જણ પોતે જ વિચાર કરી લે. આવા ગંભીર પ્રશ્નોમાં કંઈ પણ માર્ગદર્શક નિશ્ચિત દિવાદાંડી વગર માત્ર વ્યકિતના મત પર જ આ પ્રશ્નો સોંપવામાં ભયંકર ભૂલ થાય છે એમ અમને લાગે છે. પ્રેમ–તેનાં ગમે તેટલાં ગુણગાન ગવાય તે ૫ણુ-માનવી મનનું એક પ્રકારનું ગાંડપણુ જ છે તેથી પ્રેમ ઉપર વિવાહનો આધાર રાખી શકાય નહિ. વિવાહ પછી પ્રેમ ઉપન્ન પણ થાય છે અને તે સ્થિર સ્વરૂપને રહે છે. ફેરેલ કહે છે કે “ કામવિકારનો પહેલે ઝપાટે ઓસરી ગયા પછી ખો ધ્યેયરૂપ પ્રેમ પ્રતીત થાય છે. પરંતુ કામસંતર્પણની ઈચ્છા, સ્ત્રી પુરૂષ વિષયક પિતાપણાની ભાવના, મનુષ્યની અધિકાર માટેની અપેક્ષા (પછી ભલે તે નાનીસુની હાય ! કોઈ પણ બાબતમાં અધિકાર ચલાવવાની ઈચ્છા કુદરતી રીતે જ હોય છે.) કુટુંબો જે સંતતિ રૂપે જ આ જગત પર રહેશે તે સ્થાપન કરવાની વાસના, તે માટે પોતાના વારસદાર હોવાની ઉત્કટ ઈચ્છા, તે કુટુંબ દ્રવ્યોર્જન અને આવી રીતે શતકના શતકે સુધી જાતિ કાયમ રાખવાને આગ્રહ એ સર્વગુણો વિવાહનું અધિષ્ઠાન થઈ શકશે. વિવાહ એ ચંચળ સૃષ્ટિમાં સમાજને સ્થિર કરવાનું પ્રબળ સાધન છે.
એ જ મુખ્ય હેતુ નષ્ટ થાય તે વિવાહ કરવાનું કારણ જ રહેતું નથી. તેથી પૂર્વકાલીન વિવાહમાં જીવનાર્થ કલહની, ધક્કા ધક્કીની સર્વ જવાબદારી પુરૂષવર્ગને સોંપવામાં આવી હતી અને આ રીતે સ્ત્રીપુરૂષમાં સમાનતા ઉત્પન્ન કરવામાં આવી હતી, કારણ સ્ત્રી કદાચ પુરૂષનું અર્થોજેનનું કામ કરી શકશે, પુરૂષ કંઈ સ્ત્રીનું પ્રજેત્પાદનનું કામ થોડું જ કરી શકવાનો છે. જે સ્ત્રીને પુરૂષની આર્થિક
1 The Sexual Question-Forel.
For Private and Personal Use Only