________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
^
^^^
^
^
^
^^^^
^^^^
^^
^
હિંદુ લગ્ન સંસ્થા
અમે આ સ્થિતિનું વર્ણન નીચેના સમીકરણથી કરીએ છીએ. સમાન હક્કો + સ્ત્રીદાક્ષિયથી અપાએલા હક્કો સ્ત્રીઓના હક્કો,
ઉપરની ચર્ચા પરથી, સ્ત્રીઓને હિંદુ સમાજમાં મળનારા હક્કો, પાશ્ચાત્ય સ્ત્રીઓ માગે છે તે કરતાં વધુ હિતકારક છે, એમ દેખાઈ આવશે.
હવે લોકસંખ્યાની દષ્ટિએ અને ભાવી પેઢીની દષ્ટિએ વિચાર કરીએ. જે લેકસંખ્યા છે તેટલી જ રાખવાની હોય તે આજના વિવાહિત દામ્પત્યએ પિતાની પાછળ ઓછામાં ઓછા બે કાર્યકર્તાઓ મુકી જવા જોઈએ, માત્ર બે સંતાન નહિ પણ પૂર્ણ વૃદ્ધિ પામેલાં બે બાળકને ભવિષ્યની પેઢી માટે રાખવા જોઈએ. એટલે કે આ દામ્પત્યોના બંને બાળકે ઓછામાં ઓછાં વીસ વર્ષો સુધી અગર આજના સુશિક્ષિતનું પ્રમાણ માનીએ તે ત્રીસ વર્ષથી વધારે જીવવા જોઈએ; માત્ર બે સંતાનો જીવે એટલું જ બસ થશે નહિ. બંને છોકરાઓ જ રહે છે તે આગલી પેઢીમાં માતા રહેશે નહિ અને માતા સિવાય પ્રજા ઉત્પન્ન કરવાની યુક્તિ હજુ મળેલી નથી. (આ બાબતમાં શાસ્ત્રની શી શી ખટપટો ચાલી રહી છે. octogenesis" એટલે વગેરે બાબતે વિષે જીજ્ઞાસુએ માહિતી મેળવી લેવી) આ પેઢીમાં એક માતાની જગા ભરી કાઢવા ઓછામાં ઓછી એક માતા શિક્ષક રહેવી જોઈએ. તે નવી માતાની પ્રજોત્પાદન ક્ષમતા તેની માતા જેટલી જ હોવી જોઈએ, તે જ લોકસંખ્યા છે તેટલી સ્થિર રહેશે. માતા અગર તેની પ્રજોત્પાદક શક્તિ એ બેમાંથી એક પણ ઓછું થાય તો લોકસંખ્યા ઘટવા લાગશે, વધુ થાય તો વધવા લાગશે. વળી જુદા જુદા સમૂહોની જુદી જુદી શક્તિ વિચારમાં લેવાની હોવાથી એકંદરે સમાજનો સમૂહાત્મક વિચાર કરી શકાશે નહિ.
1 The Scionce and fature-J. B. S. Haldane.
For Private and Personal Use Only