________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર મનુષ્યના નૈસર્ગિક કામવિકારની પૂર્તિને ખલેલ પહોંચે છે તે પૂતિને ઠેકાણે કંઈક પણ પર્યાય–બદલે ઉત્પન્ન કરે એજ મનુષ્યના ઉત્પન્ન કરેલા કલ્પનામય જગત ( Phantasy Life of mankind)નું કાર્ય છે. અહીં સુધી સ્ત્રી પુરૂષના વ્યક્તિગત સુખને વિચાર થયો. હવે રસ્ત્રી પુરૂષની સામાજિક નીતિની દષ્ટિએ એટલે વ્યભિચાર ફેલાવાની દૃષ્ટિએ વયની કલ્પનાને વિચાર કરીએ.
ચાલે આપણે એવું ગૃહીત લઈએ કે હરવિલાસ સારડાનો બાલવિવાહ પ્રતિબંધક કાયદો પાળવા આપણે સૌ તૈયાર છીએ. એટલે હિંદુસ્તાનમાં તે વિવાહ તે ઋતુપ્રાપ્તિ પછી જ થવાના. પરંતુ વિવાહનું વય કેટલા વયથી આગળ ન લેવું જોઈએ એવો નિર્બન્ધ ન હોવાથી ઋતુપ્રાપ્તિથી કરી તે રજસ્વલાત્વ જાય ત્યાં સુધીના કોઈ પણ કાળમાં વિવાહ થશે. હવે આ વિવાહના કાલને રતિસુખ પર, અને તેથી થતા ભવિષ્યમાં વ્યભિચાર પર શું પરિણામ થાય છે તે જોઈએ. હિંદુસ્તાનના આંકડા ઉપલબ્ધ ન હોવાથી અમેરિકાના આંકડાને વિચાર કરી તેમને આ વિષયમાં શો મત છે તે જોઈએ. અમે આને એક મુદ્દા તરીકે લખતા નથી પણ અભ્યાસની એક પદ્ધતિ તરીકે તેને ઉલ્લેખ કરીએ છીએ, એમ વાચકો માની લે તે કંઈ હરકત નથી. લેખકેએ સ્ત્રીના પ્રથમ સંગની દષ્ટિએ વયનું વર્ગીકરણ કર્યું અને સોમાં રતિસુખની પ્રાપ્તિ (તિમા ) કેટલી સ્ત્રીઓને થઈ છે એ બતાવ્યું છે. જે સ્ત્રીઓને સોળથી વીસ વરસમાં પ્રથમ પુરુષ સંબંધ થયો તેમાંથી ત્રેસઠ ટકા જેટલી સ્ત્રીઓને આત્યંતિક આનંદની પ્રાપ્તિ (climax) થઈ હતી. જેને પ્રથમ સંબંધ એકવીસથી પચીસ દરમ્યાન થયો હતો તેમાંથી સોએ બાવન ટકા જેટલી સ્ત્રીઓને તે આનંદ પ્રાપ્ત થયો હતો. જેને પ્રથમ સંબંધ છવીસથી ત્રીસ એ વયમાં થયો તેમાંથી સોએ છપન જેટલી સ્ત્રીઓને એ સુખ પ્રાપ્ત થયું અને જેમને ત્રીસથી ઉપર પ્રથમ સંબંધ થયો, તેમાં તેમાંથી માત્ર તેતાલીસના જ નશીબમાં તે સુખ લખાયું હતું.
For Private and Personal Use Only