________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
લેકને લાભ કરી આપો આ સર્વ કાર્યો સ્ત્રીને અધીન છે. એવી સ્થિતિ હોવાથી બાલવિવાહ જ સર્વ સુખસમાધાનનું એકજ સાધન છે, એમ જણાઈ આવશે. મનુ વાકયને વિચાર કરીશું તે ભાવિ પેઢીની સુપ્રજા, પારલૌકિક ધર્મકાર્ય, વ્યાવહારિક કાર્યથી થાકેલાના મનનું વિનોદન, ઉત્તમ રતિસુખ અને પિતૃઓનો સ્વર્ગવાસ આ બધું પત્નીને આધીન હોય છે. માનસશાસ દષ્ટિએ વિચાર કરતાં અને શરીર પિંડનો વિચાર કરતાં સાધારણ આઠથી બાર વર્ષોના વયમાં સ્ત્રીવિવાહ કરવામાં આવે તે આ સવે સ્થિતિ સરજાવી શકાય એવો અમારો સપષ્ટ મત છે. હવે આ બાબત પ્રસિદ્ધ છે કે જગતના આરંભથી એ કોઈ પણ કાલ બતાવી શકાશે નહિ કે જેમાં સંસ્કૃતિને અને કામવિકારને જરા પણ સંબંધ હતિ. સંસ્કૃતિના મૂળમાં કામવિષયક સુખ દુઃખ જ હેય છે. સામાજિક મનુષ્યનાં સર્વ કૃત્ય કામવિકાર સાથે નિકટ સંબંધ ધરાવે છે, એમ કહેનારા લેખકે કેમ્પ અને ડરના મતો આત્યંતિક છે તેથી છેડી દઈએ તે પણ કામવિકારનું પ્રત્યક્ષીકરણ મનુષ્યની પ્રત્યેક કૃતિમાં થાય છે એમાં શંકા નથી. ત્યારે તે કામવિકારનું જ સમાજમાં નિયંત્રણ થાય અને વાસ્તવિક રીતે તેની સુવ્યવસ્થા કરવામાં આવે છે તે સમાજની બધી વ્યક્તિઓ અધિક સુખી થશે. કલાને અને સાહિત્યને વિકાસ થવો એ એક સંસ્કૃતિના શ્રેષ્ઠત્વનું લક્ષણ છે એમ હાલે ઘણુ પંડિત તરફથી કહેવામાં આવે છે. આવાં વિધાને સાંભળીએ એટલે સર્વ સમાજની મનોવૃત્તિની તપાસ (Psychoanalysis) કરવી જોઈએ કે શું એવી શંકા ઉત્પન્ન થવા લાગે છે. કલાકૌશલ્ય અને સાહિત્યને કામવિકાર સાથે સંબંધ ધ્યાનમાં લેતાં કલાકાશલ્યની વૃદ્ધિ થવી એટલે તે સમાજમાં કામવિકારની ઐહિક પૂર્તિ જ થવાનું લક્ષણ છે. બ્લેક કહે છે કે,
1 Sexual Life of our time-Bluch."
For Private and Personal Use Only