________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિમાનું સમાજરાનાશાસ
mammomnoman
બ્રાહ્મણે પિતાના પુત્રને વેદાદિક શાસ્ત્રો ભણુવીને બ્રહ્મતેજ પ્રાપ્ત કરાવવાની ઈચ્છા હોય તો પાંચમે વર્ષે, ક્ષત્રિયે પિતાના પુત્રને બળ પ્રાપ્ત કરાવવાની ઇચ્છા હોય તે છટ્ટ વિષે, અને વેચે પિતાના પુત્રને ધનવાન કરવાની ઇચ્છા હોય તો આઠમે વર્ષે ઉપનયન સંસ્કાર કરો .”
સોળ વરસ પછી બ્રાહ્મણને, બાવીસ વર્ષ પછી ક્ષત્રિયને અને ચોવીસ વર્ષ પછી વૈશ્યને ઉપનયન સંસ્કારનો સમય વીતી જાય છે”
“ઉપનયન સંસ્કારનો સમય વીતી ગયા પછી, સમય પ્રમાણે જેઓને સંસ્કાર કરવામાં આવ્યો ન હોય એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના પુરૂષે સાવિત્રીથી ભ્રષ્ટ થઈને વાત્ય નામના થાય છે અને આર્ય લેકમાં નિંદાને પાત્ર થાય છે.”
આ લેકમાં ગ્રથિત કરેલા તો પર માનસશાસ્ત્ર, શિક્ષણ શાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરે દષ્ટિએ ભાષ્ય કરીશું તે ઘણેજ ગ્રંથ વિસ્તાર થશે પરંતુ તેને સંક્ષિપ્તમાં જ વિચાર કરીશું. ઉપનયન કાલથી બ્રાહ્મણના છોકરા પર ભર્યાભર્યા, સ્પર્શાસ્પર્શ વગેરે બાબતે વિશે નિયંત્રણ બેસવા લાગે છે. બ્રાહ્મણના છોકરાને ઉપનયન સંસ્કાર આઠમા વર્ષે કરે અને તેને બ્રાહ્મણેમાં શ્રેષ્ઠ બનાવવો હોય તે તે સંસ્કાર પાચમા વર્ષે કરે. સર્વ સાધારણ ક્ષત્રિયનો ઉપનયન સંસ્કાર અગિયારમા વર્ષે કરવો. પરંતુ તેમાં તેજસ્વી થવાની ઇચ્છા કરનારા ક્ષત્રિયનો સંસ્કાર છ વર્ષે કરે. આ વચનો સાથે બર્ડ રસેલના શાસ્ત્રીય પદ્ધતિના સમાજમાં શિક્ષણ માટે વિદ્યાર્થીઓની ચુંટણું કેમ કરવી ઈષ્ટ છે તે પદ્ધતિ સાથે તુલના કરી જેવી. રસેલ કહે છે કે, “સત્તાધિશ વર્ગમાં જે વિદ્યાર્થીઓને અંતર્ભાવ થશે, તે વિદ્યાર્થીઓને અતિશય જુદા પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે. તેમાંથી કેટલાકની ચુંટણી જન્મ પહેલાં, કેટલાકની જન્મ પછી પહેલાં
| Scientific Outlook---Bertrand Russel.
For Private and Personal Use Only