________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
૪૨૯
ઋતુપ્રાપ્તિનું વય સાધારણ તેર જેટલું છે, અને પીસ્તાલીશના સુમારે તે પિંડનું ઉત્પાદન કાર્યં ખલાસ થાય છે. આ પિંડનું ઉત્પાદન કાર્ય સાધારણુ રીતે બત્રીસ વર્ષો ચાલે છે, ત્યારે પુરૂષમાં ઉત્પાદન શકિત આસરે પચાસ વર્ષ ચાલે છે. આ રીતે અંતે પિંડની વૃદ્ધિની ગતિ જુદી હાવાથી સમાન વયના સ્ત્રી-પુરૂષ સહવી એટલે સરખી જ વિકાસ ગતિના હાતા નથી. અમુક વયના પુરુષ તે જ વયની સ્ત્રી કરતાં જરા અપકવ હોય છે, કુમળા પુરુષ પ્રૌઢ સ્ત્રી સાથે લગ્ન કરે તા કિંચિત્ કાલ તેને પ્રૌઢ સુખનેા આસ્વાદ મળશે એમાં શંકા નહિ, પરંતુ તેના જ ઉત્તરાયુષને વિચાર કરે તે આવી ભૂલ તે સહસા કરશે નહિ. વળી સ્ત્રી-પુરૂષ સમાન વયના હાય, અગર પુરૂષ સ્ત્રી કરતાં કુમળા હાય તા આગળ થનારી પ્રજામાં સ્રીપ્રજા વધુ હોય છે. તેના પણ ભાવી લેાકસ'ખ્યાની દૃષ્ટિએ વિચાર થવા જોઇએ. અમારા આજનાં તરૂણ-તરૂણીઓને આ પ્રશ્નનું કંઇ જ મહત્વ લાગતું નથી.
સમાજના સર્વાં થરેામાં વિવાહનું વય એકજ હોવું એ ઈષ્ટ છે કે કેમ એના પણ પદ્ધતિસર અભ્યાસ થવા જોઇએ. મનુષ્યપ્રાણી સત્ર સરખું જ છે. માનવ માત્ર સમાન છે. એવા પ્રકારના વિધાન કરનારાઓને અમારા કહેવાતા અ` નહિ સમજાય. પરંતુ મનુષ્ય પ્રાણીના જુદા જુદા ચરામાં પ્રજોત્પાદનની લાયકાત કેટલી જુદી જુદી ડાય છે, એની જેમતે માહિતી છે તેઓને આ મુદ્દો અત્યંત મહત્વને લાગ્યા સિવાય રહેશે નહિ. પરંતુ મનુષ્ય સ ઠેકાણે સરખા જ છે એમ માન્યા પછી તેની ઉત્પાદન શક્તિ પણ સરખી માનવી રહી. પછી સરકારી અહેવાલમાં જુદાં જુદાં જનન પ્રમાણ
↑ Hopaeeker and Sadlers Law. ૨ મહાત્મા ગાંધીના લેખા.
* Cons Report for India-1931
For Private and Personal Use Only