________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
હિંદુઓનું સમાજરચનાશાસ
ખર્ચાય છે, તે યોગ્ય છે કે શું? જીવનયાત્રા (Standard of living) એટલે શું ? જે ગૃહસ્થ નાટક, સીનેમા ટોકીઝ વગેરે જેતા નથી તે ગૃહસ્થનું મનરંજન થતું નથી એમ કહેવાને અમને શો અધિકાર છે? જીવનયાત્રા સર્વ દેશમાં અને સર્વ વર્ગોમાં સરખા સ્વરૂપની હેવી જોઈએ એમ અમને લાગતું નથી. તેવી જ રીતે અર્થશાસ્ત્રની જરા પણ ગંધ છે તેવી કઈ પણ વ્યક્તિને એમ લાગશે નહિ. વિવક્ષિત કાળમાં, સ્થળમાં અને વર્ગમાં જીવનયાત્રા જુદી જુદી જ થશે. માર્કેટમાં મજુરી કરી રૂપીઓ મેળવનારા હમાલને બે ત્રણ આનામાં સીનેમાં બતાવવો એટલે કલાની વૃદ્ધિ થતી નથી પણ પાજી૫ણુની પરાકાષ્ટા છે. અમેરિકા કે યુરોપમાં જે બને છે તે વગર વિચારે જેમને તેમ હિંદુસ્થાનમાં બનાવવું એ કંઈ સમાજ સુધારણ નથી.
હવેને મુદ્દો ઘણો જ મહત્વનું છે. હાલ બાલમૃત્યુના પ્રમાણુ પરથી અને સર્વ સાધારણ આયુમર્યાદા પરથી સમાજની જીવનશક્તિ માપવાની સાધારણ પદ્ધતિ રૂઢ થઈ છે પરંતુ તે પદ્ધતિ નિર્દોષ છે કે કેમ તેને વિચાર આવશ્યક છે. એટલે કે સમાજની વૃદ્ધિની દષ્ટિએ બાલમૃત્યુનું પ્રમાણ વધુ હેવું જોઈએ કે ઓછું હોવું જોઈએ એને પદ્ધતિસર વિચાર થવો જોઈએ. તેની સાથે પચાસ વર્ષની ઉમર પછીની કેટલીક જોકસંખ્યા સિલક રહેવી જોઈએ એને પણ વિચાર થવો જોઈએ. એકાદ સમાજમાં પચાસ ઉપરના લેકેનું વધુ પ્રમાણુ હોય તે સમાજ સુદઢ છે એવાં કેટલાંક વિધાને કરવામાં આવે છે, તે અત્યંત બાલિશ છે. સુંડલબર્ગના નિયમાનુરૂપ જોઇએ તે કોઈ પણ લેકસંખ્યામાં પચાસ ટકા વ્યક્તિઓ પંદરથી પચાસ વર્ષની વયની હોવી જોઈએ અને બાકી રહેલામાંથી બાલકેનું વૃદ્ધો સાથે જે પ્રમાણુ પડશે તે પર સમાજ પ્રાગતિક છે કે પરાગતિક છે એને આધાર રહેશે. જે લેકસંખ્યા મરે નહિ એમ લાગતું હોય તે
Census Report for India-1931 Vol I
For Private and Personal Use Only