________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંતાનું સમાજના
વિવાહ કાલદષ્ટિએ એક પછી એક ઉદ્દભૂત થતા હોય છે, પરંતુ આ કેવળ મૂર્ખાઈ છે. વ્યક્તિની વિવિધતાને લીધે સર્વ પ્રકારના વિવાહ સર્વ સ્થળે મળી આવે છે અને તેમાંથી કેટલાકને સામાજિક દયેયને અનુસરીને અભિજાત માનવામાં આવેલા હોય છે.
હિંદુ સમાજશાસ્ત્ર ઉત્ક્રાંતિ વગેરે તત્વોથી પિતાને બાંધી લેતા નથી. ઉપર કહેલા સર્વ પ્રકારે જે કે વિચાર કરે છે પણ તેઓ કાલદષ્ટિએ એક પછી એક પર્યાય ઉત્પન્ન થાય છે એમ કદી માનતા નથી. માના હેતુઓ અને સમાજના ધ્યેયે બંનેને સમન્વયથી એકજ સ્થળે અને કાળે સમાજમાં જુદા જુદા થરમાં જુદા જુદા પ્રકારે ઉપયુકત છે એમ માને છે. મનું કહે છે
चतुर्णामपि वर्णानां प्रेत्य चेह हिताहितान् । अष्ठाविमान्समासेन स्त्रीविवाहान् निबोधत ॥
1 મનુસ્મૃતિ અ. ૩ . ૨૦ “ચારે વર્ગોનું આ લેકમાં અને પરલેકમાં હિત તથા અહિત કરનારા આઠ જાતના સ્ત્રીના વિવાહ હું તમને કહું છું, તે તમે સાંભળો !”
અહીં વિવાહ ઇહલોમાં અને પરલોકમાં કેમ હિતકારક થાય છે એ ઉપન્યાસ કર્યો છે. પરંતુ હાલ પરલોકનું અસ્તિત્વ જ નષ્ટ થવાથી હિતકારક કે અહિતકારક એ ફકત હિક દૃષ્ટિએ જોવાનું છે. આગળ મનુ વિવાહના પ્રકારે આપી કયા કયા સમૂહને કયા પ્રકાર હિતકારક થશે એ કહે છે.
૧. બ્રાહમ વિદ્વાનને બોલાવી, પિતા જેમાં કન્યાનું દાન કરે છે, તેને બ્રાહ્મ વિવાહ કહે છે.
For Private and Personal Use Only