________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५
હિંદુઓનું સમાજરચનાશા
શું પરિણામ આવ્યું તે જોઈએ. તે પહેલાં વિવાહના બે ઘટક-સ્ત્રી અને પુરૂષ-એની સંખ્યા કેટલી હોવી જોઈએ તેનો વિચાર કરીએ, અહીં ચાર પર્યાય થઈ શકે છે.
(૧) એક સ્ત્રીએ અગર પુરૂષે એક જ જીવનમાં એક જ પુરુષ સાથે અગર સ્ત્રી સાથે લૈંગિક સંબંધ રાખવો. તેને જ ગૌણ પર્યાય એટલે સ્ત્રીને ઉપરને નિયમ લાગુ કરી પુરુષને તેમાંથી મુક્ત રાખ.
(૨) એક જ સ્ત્રીએ એક જ સમયે અનેક પતિ કરવા. (૩) એક જ પુરુષે એક જ સમયે અનેક સ્ત્રીઓ કરવી.
(૪) એક જ વ્યક્તિએ એક પછી એક અનેક ભાગીદાર ચુટવાં. (છુટાછેડા, પુનર્વિવાહ વગેરે રીત રિવાજો.)
જગતનો આજ સુધીનો ઈતિહાસ જોતાં જણાશે કે ઉપર બતાવેલાં લગ્નના સર્વ પ્રકારે કઈક કઈક સ્થળે અગર કાળે અસ્તિત્વમાં હતા જ એટલે જગતમાં દશ્યમાન થનારી પરિસ્થિતિ પરથી વિવાહપદ્ધતિ ઠરાવવાને આધુનિક પ્રયત્ન તદ્દન બાલિશ છે. જગતમાં પ્રત્યેક સ્થિતિ મળી આવે છે અને તેથી પ્રત્યેક વ્યકિત પિતતાની વૃત્તિ અનુસાર તે તે સ્થિતિને નૈસર્ગિક અને હિતકારક માનવા લાગે છે. આનું એક જ ઉદાહરણ લઈએ. માનવ સ્વભાવ નૈસર્ગિક એક પત્નીક છે કે બહુ પત્નીક છે એ જ મુદ્દો લઈએ. બહુ પત્નીક છે એમ માનનારાઓમાં નીચેનાં નામો મળી આવે છે. બેફેન, મેન, મેકલેન, લબાક, લિપર્ટ, વિરકન,કેશ્વર, પિસ્ટ, બનહેફટ, હેલવાલ્ડ, સ્પેન્સર, રેટએલ, એલિસ, લેપ્રેકટ વગેરે. મનુષ્ય નિસર્ગતઃ એક પત્નીક છે એમ માનનારાઓમાં નીચેના નામો મળી આવે છે. સ્ટાર્ક, વેસ્ટરમાર્ક, ઐસ, કૅલે, એંડ્રય લેંગ, એટકિન્સન, નૈર્થ કેટ, મસ, વુંટ, ફેરલ, કહેન બેક વગેરે. આમાંથી ખરી વાત એમ છે કે સ્ત્રી-પુરૂષને ફક્ત કામવિકાર નિસર્ગે આવ્યું છે. પછીની વ્યવસ્થા માનોએ નૈતિક કક૫ના ઉત્પન્ન કરીને કરવાની છે. જે પ્રકારના
For Private and Personal Use Only