________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
શિખનાર સામાન્ય વિદ્યાર્થી પણ માન્ય કરશે નહિ. અહીં અવિચ્છિન્ન સાહચર્ય (Invariable concomitant) પણ સિદ્ધ થતું નથી. તે પછી કાર્યકારણભાવ કેમ સિદ્ધ થાય ? આ સંબંધી તે શાસ્ત્રના પ્રવીણ લેકે કહે છે કે, “પ્રેમ નથી તેથી રતિસુખ નથી કે રતિસુખ. નથી તેથી પ્રેમ નથી–એને કાર્યકારણુ ભાવ કહેવામાં ઘણું જ સાહસ છે.” એ સંબંધી વધુ ચર્ચા નહિ કરીએ. પરંતુ આવા કાર્યકારણભાવ શૂન્ય હેતુને વિવાહના પાયા તરીકે સૂચવો નહિ એટલી જ અમારા સુધારક બંધુને અમારી વિનંતિ છે. વિવાહિતમાં અપ્રેમ ઉત્પન્ન થાય એટલે વ્યભિચાર ફેલાય છે, એવું બતાવી નીતિના નામ પર કેટલાક લેકે પ્રેમનું સમર્થન કરવા ઈચ્છે છે. ફ્રેડ એલર કહે છે કે, “વ્યભિચાર હંમેશા વેર લેવાની બુદ્ધિના સ્વરૂપનો હોય છે. વ્યભિચાર કરનારી વ્યક્તિ પ્રેમ, ભાવના વગેરે કારણો કરી પિતાની અનીતિનું સમર્થન કરવા ઈચ્છે છે. પરંતુ ભાવનાને કેટલું મહત્વ આપવું એ આપણે જાણીએ છીએ. ભાવના હંમેશા પિતા તરફ શ્રેષ્ઠત્વ ( Superiority complex) લેનારી વ્યકિતઓમાં વધુ પ્રબલ હોય છે, તેથી ભાવના એ કોઈ પણ બાબતનું સમર્થન કરવા પૂરતું કારણ ન થઈ શકે.”
“Infidelity is always a revenge. True, persons who are unfaithful always justify themselves by speaking of love and sentiments, but we know the value of sentiments & feelings. Feelings always agree with the goal of superiority and should not be regarded as arguments."
Science of living by Alfred Adier page 238 અત્યાર સુધી વિવાહના પ્રધાન હેતુની ચર્ચા કરી, હવે તે પ્રધાન હેતુ અનુસાર વિવાહના કેટલા પ્રકાર થઈ શકે છે, અને તેનું ઇતિહાસમાં
Sex in civilization.
For Private and Personal Use Only