________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માજરચનારા
કામ અને અનુવંશનું માનવી ઉત્ક્રાંતિમાં કંઈ જ કાર્ય નથી. એ સિદ્ધાન્ત સૃષ્ટિમાં સત્ય ઠરે તો તેમની સમાજરચના ચિરંજીવી અને શ્રેષ્ઠ થશે. પરંતુ કામનો એટલે કુટુંબનો વિચાર કરવો જોઈએ એ બાબત સૃષ્ટિ પરથી દેખાતી હોવાથી આવા એકાંગી તત્વજ્ઞાન અને તેમના તત્વજ્ઞાનનો મત અમે ગ્રાહ્ય માનતા નથી.
એથી ઉલટું પ્રત્યેક માનવી ક્રિયાના હેતુને સંબંધ પ્રત્યક્ષ અગર પરોક્ષ રીતે કામવિકાર સાથે અત્યંત નિકટ સંબંધ ધરાવે છે, એમ કહેનારા ઘણું વજનદાર તત્વ છે. આવા તત્વો એટલે સિમંડ ફ્રાઈડ, ઍફ્રેડ ઍડલર, જંગ અને તેમના અનુયાયીઓ છે. જગતના ઈતિહાસની દિશા ફેરવી નાખનારી જે કંઈ સમર્થ વ્યક્તિઓ થઈ છે તેમનામાં આ વિકાર પ્રબળ હતું એ વાત ઈતિહાસ સારી રીતે જાણે છે. તેની સાથે એ પણ જાણવા જેવું છે કે કોઈ કાઈ વ્યક્તિમાં એ વિકાર બિલકુલ હોતું નથી. આનાં પ્રત્યક્ષ ઉદાહરણ ઇતિહાસમાં જોઈએ તેટલાં મળી આવે છે. એકંદરે આ વિકારને પ્રધાન માની સમાજ કુટુંબ પ્રધાન કરે જોઈએ એવો મત સહેજે પ્રસ્થાપિત કરી શકાશે.
આ બંને પદ્ધતિઓની યથાયોગ્ય વ્યવસ્થા જે સમાજરચનામાં થઈ હશે તે સમાજરચના યુક્ત છે એ અમારો મત છે. એટલે કે સમાજને પાયા કેવળ દ્રવ્યપ્રધાન કે કેવળ કામપ્રધાન ન હોવા જોઈએ.
આધુનિક કાળમાં અમુક એક વર્ગ તરફથી પ્રેમલગ્નની પ્રથા પાડવાની જે શિખામણ આપવામાં આવે છે તેને હવે વિચાર કરીએ. આને જ પ્રેમવિવાહ ( Marriage by inclination) કહેવામાં આવે છે. આ પ્રેમવિવાહવાદીઓને મૂળ હેતુ દરેક વ્યકિતના અંતઃકરણમાં હોય છે જ. તેઓ કહે છે કે ઉપર કહ્યા પ્રમાણે સર્વ પ્રકારે ભલે યોગ્ય વિવાહ થયે, પરંતુ તે ઘરમાં સુખ જ ન રહેતું હોય તે સમાજે તેવી બે વ્યકિતઓને જન્મભર એકબીજા સાથે રહેવાની ફરજ શા
For Private and Personal Use Only