________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
૪૦૫
~~
~
~
વિવાહમાં પણ કંઈક અથર્જન થાય છે કે નહિ એને વિચાર કરશે. એવી વ્યક્તિની બાબતમાં વિવાહ સંસ્થા પણ અર્થપ્રધાન બની જશે અને ત્યાં ધર્મ અને કામ એ બંનેને ગૌણત્વ આવશે. તે ગૃહસ્થ સ્ત્રીનાં સૌન્દર્ય (સૌન્દર્ય નામની જે કાઈ માનવી મનની નિરપેક્ષ વસ્તુ હોય તે), તેનાં કુટુંબને, અનુવંશનો, અગર તેની જાતિને વધુ વિચાર કરશે નહિ. આવા પ્રકારની વ્યક્તિઓ જે સમાજમાં વધતી જશે તે સમાજમાં અર્થપ્રધાન વિવાહ સંસ્થા શરૂ થશે.
આ બે પદ્ધતિઓમાંથી પહેલી પદ્ધતિને મુખ્ય કટાક્ષ સમાજનું હિત અને તદાનુષગિક વ્યકિતનું સુખ એ બંને તરફ હોય છે. એટલે આજની પેઢી અને ભવિષ્યની પેઢી બંનેને ત્યાં વિચાર કરેલ જણાય છે. બીજી પદ્ધતિમાં આજની પેઢી ઐશ્વર્યમાં રહે એ જ વિચાર કરેલો દેખાય છે, પછીની પેઢીનું ગમે તે થાય ! આમાંથી કોઈ પણ એક પદ્ધતિને પ્રમાણુ માની સમાજરચના કરવી જોઈએ એમ કહેનારા તત્વ આજ સુધી ઘણું થઈ ગયા છે, અને ભવિષ્યમાં થશે.
જગતને આજ સુધી સર્વ ઈતિહાસ અને તેમની સર્વ ઉથલપાથલ કેવળ અર્થ ઉપર અવલંબીને છે એમ કહેનારે વર્ગ કાલે માર્કસને અને તેને રશિયન અનુયાયીઓને છે. તેમના મતે કામ એ ગુણ સૃષ્ટિની ઉત્ક્રાંતિમાં વધારે પ્રભાવી ન હોવાથી તેની વ્યવસ્થા કરનાર કુટુંબ વ્યવસ્થાની તેને જરૂર જણાતી નથી. તેમના મતે સંતતિનું સંવર્ધન કરવા માટે સરકાર વ્યકિતગત માબાપ કરતાં વધુ લાયક છે. આવા પ્રકારની કલ્પનાઓ અમારી સંસ્કૃતિમાં આવી ગઈ છે પરંતુ તે આર્થિક દૃષ્ટિએ નહિ.
'प्रजानां विनयाधानाद्रक्षणाद्भरणादपि ।
स पिता पितरस्तासां केवलं जन्महेतवः॥१ The men of genius-- Lombroso,
For Private and Personal Use Only