________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદ લગ્ન સંસ્થા અમે વ્યક્તિનું સુખ એ ભાષાનો ઉપયોગ કરતા નથી. કારણ વ્યક્તિનું સુખ અને સમાજનું હિત એ બંનેને સમન્વય સૃષ્ટિમાં મળી આવતો નથી. પીયરસન કહે છે કે, “રાષ્ટ્ર વ્યક્તિ પ્રમાણે જ દુઃખ અને કષ્ટ એ બંને માર્ગથી પ્રગતિ કરી શકે છે. સામાજિક પ્રગતિના પર્યાની પૂર્ણ ચર્ચા અમે કરેલી જ છે. તે વખતે માનવી નમુને સુધરતે જાય, એને જ અમે સુધારણ અને પ્રગતિ કહી છે. કેટલાક અવ્યવસ્થિત મગજના લેકે લખે છે કે “સૃષ્ટિને આ માનવી નમુને પસંદ નહિ પડે છે તે નમુનાનો નાશ કરી બીજે એકાદ નમુનો ઉત્પન્ન કરશે” સૃષ્ટિ કરે ત્યારે ભલે કરે. હાલ જે નમુનાઓ છે તેનું ઉત્તમ રક્ષણ કરવું એ જ સમાજહિતચિંતકનું કાર્ય છે. પછી વાસનાધીન ઉત્ક્રાંતિ (Creative evolution) જેવી કલ્પનાને પ્રસાર કરનારા લેકે ગમે તે કહે. તેથી જે નમુનાઓ છે તેમાંથી શ્રેષને વધુ શ્રેષ્ઠ કરવા અને હીનને નષ્ટ કરવા એ દષ્ટિએ જ સમાજની રચના થવી જોઈએ.
વિવાહ એ મુખ્યત્વે કરીને ભાવી પેઢીને નમુને ઉત્પન્ન કરવા માટે હોય છે. એ થઈ સામાજિક દષ્ટિ ! વ્યકિતની દષ્ટિ વ્યક્તિના ધ્યેયને અનુસરીને ત્રિવિધ રહેશે. અમે કહી ગયા છીએ તે પ્રમાણે સમાન્તર્ગત વ્યકિતને જીવવા માટે અન્ન (અર્થ), પિતાને વંશ કાયમ રાખવા માટે સ્ત્રી (કામ), પ્રતિસ્પધી ઉપર વિજય મેળવવા માટે સ્પર્ધા (ધર્મ) એવા ત્રણ હેતુઓ હોય છે. કેટલીક વ્યકિતઓને મક્ષ રૂપ હેતુ હોઈ શકે, પરંતુ સમાજરચનામાં તેને વિચાર થઈ શકે
4 Book of Marriage-Keyserling; History of human marriage-Westermarck; Evolution of Modern MarriageMuller Lyre. 2 National lifo from the stand-point of Science-Karl Pearson 3 Back to Methuselah-Bernard Shaw.
For Private and Personal Use Only