________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०२
હિઓનું સમાજરચનાણાયા
થઈ શકે છે. તેથી આ બંને સ્થિતિને વિચાર કરવો જોઈએ. તેમાંથી પ્રથમ વિવાહની મર્યાદાનો વિચાર કરીએ વિવાહમાં વધૂ અને વર એ બન્ને ઘટકે ( units)ને વિચાર કરે જોઈએ. એટલે તે તેમાં અનેક ગુંચવાડા ભરેલા પ્રશ્નો ઉત્પન્ન થશે.
અહીં વિવાહને હેતુ શો? એ પહેલે પ્રશ્ન ઉપસ્થિત થશે. બીજો પ્રશ્ન વિવાહને પ્રકાર કર્યો હોવો જોઈએ, એ થશે. હેતુ વિભિન્ન હોતાં તેના પ્રકારો પણ વિભિન્ન થશે. એકજ સમાજના જુદા જુદા થરમાં ભિન્ન હેતુ અને ભિન્ન પ્રકાર થવા શક્ય છે. આ સર્વ હેતુ અને પ્રકારનું પૃથક્કરણ કરી સમાજના ધ્યેયને પિષક એવો હેતુ અને પ્રકાર ચુંટી તે પ્રકાર મુખ્ય ઠરાવી બાકીના ગૌણ પ્રકારોને પણ અનુમતિ દેવી જોઈએ. કોઈ પણ સમાજ એકજ સપાટીમાં હોત નથી. તેથી વિવાહનો ધેયાત્મક અભિજાત પ્રકાર એકજ માનીએ તે પણ બીજા પ્રકારના વ્યવહાર ચાલુજ રહે છે. પરંતુ ઇતર ઉતરતા પ્રકારે તરફ આંગળી ચીંધી શ્રેયાત્મક પ્રકાર પર છાંટા ઉડાડવા એ શાસ્ત્રીય તે નથી જ પરંતુ ઉલટું બાલિશતાનું લક્ષણ છે. જે નૈતિક મૂલ્યો સમાજમાં નિશ્ચિત થયાં હશે તેને ચુંટી રહેવાનો શક્ય તેટલો પ્રયત્ન કરે એ મનુષ્યનો સ્વભાવ છે એમ અમે પાછળ કહી ગયા છીએ.
વિવાહના ધ્યેયને અનેક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે છે. તે એટલે સુધી કે તે વિષય પર એકાદ ગ્રંથ લખી શકાય. આવા પ્રકારના ગ્રંથો ઉપલબ્ધ છે. પરંતુ તે ગ્રંથોનો મુખ્ય વિષય વસ્તુદર્શન છે, મૂલ્યદર્શન નથી. એટલે કે લગ્નો કેમ થાય છે તેના પર ભાર મૂકવામાં આવે છે. પરંતુ લગ્નો કેવાં થવાં જોઈએ તે પર મૌન સેવવામાં આવે છે, શું હોવું જોઈએ એનો વિચાર કરવા માટે બે પ્રશ્નો આંખ સામે તરી આવે છે.
(૧) સમાજનું કલ્યાણ અને (૨) વ્યક્તિનું હિત
For Private and Personal Use Only