________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૨
હિંદુઓનું સમાજરચનાશાસ
જે જે ભકત રૂપ જે જે ઈચ્છે શ્રદ્ધાથી ચર્ચવા, ત્યેની હેની જ તે રૂપે કરૂં શ્રદ્ધા હું નિશ્ચલ.
ભ. ગી. અ. ૭ . ૨૧ વ્યક્તિ ત્રિગુણાત્મક હોવાથી પિતાના ગુણાનુરૂપ દેવકલ્પનાની ઉપાસના કરશે, તેથી સર્વ પ્રકારની ઉપાસના યોગ્ય હોય છે.
यजन्ते सात्विका देवान् यक्ष रक्षांसि राजसः । प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसाजनाः ॥ યજે છે સાત્વિક દેવ, રાજસો યક્ષ રાક્ષસ;
ભૂત પ્રેત ગણે યોજે છે તામસ જને.
જ્યુ લોકોને તેમની વિરૂદ્ધના લેકેને શિક્ષા કરનાર ઈશ્વર જોઈતું હતું. તેથી જ્યુ લેકને ઈશ્વર ઘણો જ અસહિષ્ણુ છે. મૂળ ખ્રિસ્તી ધર્મ હલકા લોકોને હોવાથી ખ્રિસ્તી ધર્મને ઈશ્વર પ્રેમમય છે. પરંતુ એ સર્વ કલ્પનાઓ ઈશ્વરના ગુણોમાં અંતભૂત ન થાય તે તે જગત્કર્તાનું અને જગન્નિયંતાનું સ્વરૂપ એકાંગી થશે; તેથી ઈશ્વર એ ગુણોને નિધિ હોવો જોઈએ, નહિ તો બીજાનાં કરેલાં પાપ માટે પોતાના છોકરાનો યજ્ઞ કરવાની અન્યાય ભરેલી કલ્પના ધર્મમાં અંતર્ભત કરવી પડશે. હિંદુઓને ઈશ્વર સર્વગુણસંપન્ન હોવાથી વ્યક્તિ જે દૃષ્ટિથી તે તરફ જોશે તે ગુણવ્યક્તિને દેખાવા લાગશે. . જેવી રીતે ઈશ્વરભાવ ( Idea of God) સર્વગુણયુક્ત છે તેવી રીતે ઉપાસના પણ અધિકાર પરત્વે જવામાં આવી છે. અહીં સર્વ વ્યક્તિ માટે સગુણની ઉપાસના નથી. અહીં વ્યકિતનું વૈધમ્ય ધ્યાનમાં લઈ સાંધિક ઉપાસના પણ નથી. જગતનું આદિકારણ બ્રહ્મ તે નિરાકાર નિર્ગુણ છે, છતાં વ્યકિતભેદોને લીધે ઉપાસ્ય સ્વરૂપમાં સગુણ છે અને નિર્ગુણ પણ છે. ઈતર ધર્મોમાં પરમેશ્વર ગુણયુકત
Anti-obrist-Nietzsche.
For Private and Personal Use Only