________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહ૩
હિંદુધર્મનું વિશિષ્ટ હોવા છતાં અને ગુણદ્રવ્યાશ્રય (dependent on substance and qualities) હોવા છતાં તેનું સ્વરૂપ પ્રત્યક્ષ નથી. અહીં હિંદુ ધર્મમાં સર્વ સાધારણ માનવી મનની પ્રત્યક્ષ તરફની પ્રવૃત્તિને અને તત્વજ્ઞાની અવ્યક્ત તરફની પ્રવૃત્તિનો વિચાર કર્યો હોય એમ જણાય છે. અવ્યક્ત ઉપર મનની એકાગ્રતા કરવી દુર્ઘટ છે, એ બાબતનું જ્ઞાન હોવાથી ભગવદ્દગીતાકાર કહે છે,
क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् । अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ॥ જેનું અવ્યક્તમાં ચિત્ત, વધારે કલેશ તેહને અવ્યકત ગતિ તે દુઃખે પમાયે દેહધારીથી.
અ. ૧૨, લેક ૫ 240454 24312 247.52 3&4 (Abstract ideas de આકલન માનવ પ્રાણીને ઘણાજ શ્રમથી થઈ શકે છે, એ સનાતન સિદ્ધાંત આધુનિક માનસશાસ્ત્રોને પણ માન્ય છે. છતાં ઇતર ધર્મના લેકે પ્રતીકરૂપ મૂર્તિપૂજાની મશ્કરી કરે, રેવડી ઉડાડે, અમારા અધકચરા સુશિક્ષિત તેમાં સાદ પુરાવે એ આશ્ચર્યકારક છે. ઈતર ધર્મમાં પણ, જેને માનસશાસ્ત્રની થોડી ઘણી ગંધ છે તે લેકે મૂર્તિપૂજાની મશ્કરી કરતા નથી. “મૂર્તિપૂજા વિરૂદ્ધને અશાસ્ત્રીય લેકભ્રમ એમને એમ કાયમ રહ્યો; કારણ મૂર્તિપૂજા એટલે પત્થરાની પૂજા (Fetish worship) એવી જ્યુ લેકાએ પિતાની ગેરસમજ કરી લીધી હતી.” ખ્રિસ્તી અને મહંમદીઓ પણ જ્યુ લેકની પરંપરાના હેવાથી તેમનામાં પણ તે ગેરસમજ એમને એમ રહી ગઈ.
હિંદુસમાજશાસ્ત્રમાં દેવ ગમે એ હેય, તેનું સ્વરૂપ પણ ગમે ૧ તi૬–અન્નભટ્ટ 3 Christian Ethios and Modern problems-Dean Inge,
For Private and Personal Use Only