________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ ધર્મનું વૈશિષ્ટય
૩૮૯
હિંદુઓની સમાજસ્થિતિ સંસ્કૃતિપ્રધાન ( Cultural) કરવાની હોવાથી અહીં જ્ઞાન ક્રિયા વડે છે, શબ્દ વડે નથી. અહીં સ્વચ્છતાને ઉપદેશ નથી, સ્વચ્છતાના આચાર છે. અહીં ખરે હિંદુ સ્નાન સિવાય રહી શકતું નથી. અહીં પરોપકાર પર વ્યાખ્યાને અપાતાં નથી પણ પ્રત્યક્ષ અતિથિધર્મને આચાર પાળવામાં આવે છે. આવા પ્રકારના પ્રત્યક્ષ ચાર સિદ્ધ થવા માટે બાલવથથી જ પ્રત્યક્ષ સંસ્કાર હોય છે. જુના પ્રકારના બ્રાહ્મણનો છોકરો બીજાનું અજીઠું ખાતો નથી અગર પીતા નથી ! નવી પેઢીને કોલેજમાં શીખનારે છોકરે એમ ખાવા પીવામાં કંઈ દેષ માનતા નથી. આ પ્રત્યક્ષ આચાર અને તેના પર વ્યાખ્યાનના પરિણામનો ફરક છે. જુની પદ્ધતિને સંધ્યાશીલ છોકરો સૂર્યોદય પૂર્વે પ્રાતઃકર્મ પતાવી પિતાને કામે લાગી જાય છે. આધુનિક વિદ્યાર્થી કેવો છે તે કહેવાની જરૂર નથી. આચારથી અતુટ ઉદ્યોગપ્રિયતા અને નિયમિતતા ઉત્પન્ન થાય છે, તે નષ્ટ કરી હવે નિયમિતતા ઉપર વ્યાખ્યાને દેવાય છે. - ઈતર ધર્મમાં અધિકાર પરત્વે આચાર, વિચાર, પ્રાર્થના વગેરે બાબતોનો વિચાર થયેલે જણ નથી. એકાદ ગુરૂને ઉપદેશ માન્ય હેય તે તે વ્યક્તિ તે સંઘનો ઘટક થઈ શકે. આવી ધર્મસંસ્થાઓને ગુરૂપ્રધાન અથવા વ્યક્તિ પ્રધાન (credal) ધર્મસંસ્થા કહી શકાશે. મનુષ્યના ગુણ પરત્વે બે ભાગ પાડીએ તે તે એક ભૌતિક અને બીજે અતિ–ભૌતિક કહી શકાય. હવે આ ભૌતિક ગુણનું રક્ષણ અને સંગોપાન કરવા માટે હિંદુસમાજમાં પ્રત્યક્ષ આચારો યોજી દેવામાં આવ્યા છે. અને અતિભૌતિક ગુણો જેવી અમાપ અને માત્ર અનુમાન્ય મનની પ્રક્રિયામાં વ્યક્તિને પૂર્ણ સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે.
હિંદુ સમાજે આચારે લગાડી દીધા છે તે આચારો પર આજે આધુનિક પંડિતે આક્ષેપ લે છે. તે પંડિતો કેઈપણ બાબતમાં કેટલો
1 241 6140Hi og
Lectures on Conditioned reflexes-Pavlov,
For Private and Personal Use Only