________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંયમ વેશપથ
mmmmmmmmmmmmmmmmmmmmm શાસ્ત્રની દૃષ્ટિએ પૃથક્કરણ થાય તે આપણું માનવ સ્વભાવ સંબંધી જ્ઞાનમાં ઘણો જ વધારે થાય !
સુખ દુઃખ અંતઃકરણ સાથે ઘણોજ નિકટને સંબંધ ધરાવે છે. એકના અંત:કરણને જે સુખ લાગે છે તે જ બીજાના અંતઃકરણને દુઃખરૂપ લાગે છે. એક જણ હિંસા થતાં કકડી ઉઠે છે, જ્યારે બીજાને તે ગમતરૂપ થાય છે. અંતઃકરણ તો સૂક્ષ્મદર્શક યંત્ર (Microscope)થી જોઈ શકાય તેમ નથી. બાહ્ય પરિસ્થિતિમાં અને આંતર પરિસ્થિતિમાં વૈશમ્ય હોય છે. વળી વ્યક્તિના અંતઃકરણ સમૂહના નૈતિક મૂલ્ય પ્રમાણે તૈયાર થાય છે. ઇત્યાદિ સર્વ બાબતને વિચાર કરવામાં આવે તે સુખની ઉત્પત્તિને અને દુઃખની અનુપત્તિને ધ્યેય માની સમાજરચના કે ધર્મરચના કરવી જોઈએ એવું કોઈ પણ સમજુ માણસ કહેશે નહિ પરંતુ તે જ સુખદુ:ખના તત્વો પર આધાર રાખી, હિંદુઓના રીતરિવાજોમાં ફરક કરનારા કાયદાઓ કરવામાં આવે છે. અભિજાત સમાજમાં વિધવાઓએ પુનર્લગ્ન કરવાં જોઈએ. પણ શા માટે? તો કહે તેને આખો જન્મારો દુઃખમાં કાઢવો પડે છે અસ્પૃશ્યતા નિવારણ કરો. કેમ ? તે કહે અસ્પૃશ્યતાનું જીવન દુઃખમય છે. હિંદુધર્મને મીમાંસકેએ આપેલા પ્રમાણે ઓછાં પડે છે. કેમ ? તો કહે એ પ્રમાણમાં આત્મતુષ્ટિ એ પ્રમાણને ઘણું જ હલકું સ્થાન છે. આ રીતે સમાજસુધારકે સુખદુઃખને સમાજશાસ્ત્રને પાયો કરવા ઈચ્છે છે. સુખદુઃખ સમાજશાસ્ત્રનું પરિણામ થઈ શકે પણ પાયે નહિ ? સુખદુઃખની મીમાંસા કરી જે જે નિયમ સુત્પાદક હશે અને જે જે નિબંધો દુઃખનિવારક હશે તે તે નિયમ અને નિબંધે સમાજશાસ્ત્રને જરૂર આધારભૂત
? Panait Ishwarchandra Vidyasagar. ૨ પૃારા પ્રશ્ન-માટે. ૩ હનિર્ણય–તર્કતીર્થ કાજે.
For Private and Personal Use Only