________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયા સમાજ સુખી કહેવાથ?
કેવી છે તેજ દર્શાવે છે, કેવી હોવી જોઈએ તે તે કઈ જ કહેતું નથી. વળી આ સાહિત્યમાં એક સામાન્ય ભૂલ જણાય છે. જગતના એક ભાગમાં અમુક એક વસ્તુ બનતી દેખાય તે તે જગતમાં સર્વત્ર બને એમ માનવા તરફ લેખક વર્ગની પ્રવૃત્તિ થયેલી જણાય છે. અમેરીકાના ડેન્ચરમાં એકાદ બનાવ બને કે હિંદુસ્તાનના એકાદ તાલુકામાં તે જ બનાવ બનતા હશે એમ કહેવા તરફ પ્રવૃત્તિ જણાય છે. મૂળ વિકાર સર્વ સ્ત્રી પુરૂષોમાં એક જ પ્રકાર હોય છે તે પણ તેની પ્રખરતા–તીવ્રતા બધી વ્યક્તિઓમાં સરખી નથી હેતી. જેવી રીતે પાચનશકિત, તેજસ્વી દષ્ટિ, શારીરિક શક્તિ વગેરે પ્રત્યેક વ્યકિત વ્યકિતમાં ભિન્ન હોય છે, તેવી રીતે કામશકિતની તીવ્રતા પણ દરેક વ્યકિતમાં ભિન્ન હોય છે. ઉપરની બાબતો જેમ આનુવાંશિક હોય છે, તેમ કામશક્તિ પણ આનુવાંશિક જ હોય છે, અને તેવી જ રીતે જુદા જુદા સમૂહની દૃષ્ટિએ જોઈશું તે, જે નૈતિક મૂલ્યો તે સમૂહમાં ઉત્પન્ન થયાં હશે, તેમની દૃષ્ટિએ પ્રત્યેકના મનમાં પણ જુદી જુદી નિયંત્રક (inhibition) શક્તિ ઉત્પન્ન થયેલી જોવામાં આવશે. તે પ્રમાણે સમૂહોના આહારને પણ વિચાર કરવામાં આવે તે સમૂહ સમૂહમાંના કામવિકારમાં પણ કેટલે કેટલે ફરક પડતો હશે તે વિદ્વાન લેખકે સિવાય કેઇના પણ ધ્યાનમાં આવી શકે તેમ છે. વેસ્યા અને પતિવ્રતા બંનેને કામ એ સમાન ભૂમિકા હોય તે પણ બન્નેને એકજ કાટલે તળવા પાશ્ચાત્ય લેખકે પણ તૈયાર નથી. તેથી એક ઠેકાણે બનતી કામુક ક્રિયા બીજે ઠેકાણે બનતી જ હશે એમ કહેવું ગેરવ્યાજબી છે. આ વાત હિંદુસ્તાનના તરૂણ મિત્રોએ ખાસ ધ્યાન રાખવી જોઈએ.
Revolt of Modern youth; Companionate marriageBen Lindsay. 24.
For Private and Personal Use Only