________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
Rઓનું સમાધાપાનાશાહ
એમ માનવું એ મુખપણાનું દ્યોતક છે, હક્ક હોય કે ન હોય, આત્મહત્યા કરનારી વ્યકિત તે હકની રાહ જોતી નથી.
આજ સુધી સમાજશાસ્ત્રોનું ધ્યાન આ બાબત તરફ ન ખેંચાયું તેનું કારણ સમાજ એટલે વ્યક્તિને સમુદાય હતા, અને તેથી સમાજની ઉત્ક્રાંતિનો નિયમ અને વ્યકિતઓની ઉત્ક્રાન્તિનો નિયમ એક જ એમ તેઓ માનતા. એકમાંથી અનેક વ્યકિતઓ થતાં તેમના સંઘનો એક નવો જ મત થાય છે એને એમને ખ્યાલ જ નહેતે. પરંતુ માનસશાસ્ત્રની દષ્ટિએ એકલી એક વ્યક્તિ અને સંધમાં અંતભૂત થયેલી વ્યકિત એ બંને એક જ નથી; વ્યક્તિ અને સમાજાન્તર્ગત વ્યકિત એ ભેદ ઓળખવો જોઈએ. જગતમાં કોઈ પણ વ્યક્તિ એકલી હોય ત્યારે જે ગુને કરશે તે જ ગુને તે સંધમાં હશે ત્યારે નહિ કરે અને એકલી હશે ત્યારે જે નહિ કરે તે ગુને સંધમાં અંતત થયા પછી કરશે. એક જ માણસ આગ લગાડવાનું કામ જલદી ન કરે, છતાં જન સમુદાય (mob) એકત્ર મળે, ત્યારે સપાટાબંધ આગ લાગેલી આપણે સાંભળીએ છીએ. દેવયાત્રા, વિવાહ, યજ્ઞ, ઉત્સવ વગેરે જનસમૂહ એકત્ર થવાના પ્રસંગે જે છુટ વ્યક્તિને આપવામાં, આવે તેજ, વ્યક્તિ બીજે ઠેકાણે માગવા લાગશે તે આપી શકાશે નહિ. વ્યકિતની ઉત્ક્રાંતિના નિયમ સમાજને લાગુ પડે છે એમ કહેનારાઓને ભાવાર્થ એવો દેખાય છે કે, સમાજ કેટલીક મહાન વ્યક્તિઓના અનુકરણથી ઉત્પન્ન થાય છે, એટલે સામાજિક સ્થિતિ એ અમુક મહાન વ્યક્તિએના અનુકરણની સ્થિતિ; અને તેથી સામાજિક ઉત્ક્રાંતિના નિયમો
Le Suicide-Emile Durkheim quoted by Chatterton Hill. २ देवयात्रा विवाहेषु यज्ञप्रकरणेषु च । उत्सवेषु च सर्वेषु स्पृष्टास्पृष्टिने विद्यते.
३ यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरोजनः ।
For Private and Personal Use Only