________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪.
હિંદુઓનું સમાજરથનાથારા
જ્યાં ગાંડપણનું અને આત્મહત્યાનું સહાવસ્થાન (Co-existence) સુદ્ધાં સિદ્ધ થઈ શકતું નથી ત્યાં કાર્યકારણ ભાવ (oausation)ની વાત જ કયાં રહી ? આ વિષયના અભ્યાસીઓને જણાઈ આવ્યું છે કે જે રાષ્ટ્રમાં ગાંડપણનું પ્રમાણ વધારે તે રાષ્ટ્રમાં આત્મહત્યાનું પ્રમાણ ઓછું છે. જે રાષ્ટ્રો ગાંડપણની બાબતમાં આગળ વધેલાં છે, તે આત્મહત્યાની બાબતમાં પછાત છે. એ રીતે એક જ સમાજના સ્ત્રી પુરૂષોને વિચાર કરીએ તો મુખ્યત્વે કરીને ગાંડપણનું પ્રમાણ સ્ત્રીઓમાં વધારે તે આત્મહત્યાનું પ્રમાણુ પુરૂષોમાં વધારે, એમ વિભાગણી થાય છે. ફરી પાછું જ્યાં આત્મહત્યા વધુ ત્યાં ગાંડપણ એછું, એ જ નિયમને અનુમોદન મળે છે, તેથી આ બંનેમાં કાર્યકારણ ભાવ, જોડી શકાશે નહિ અને આત્મહત્યા એ ગાંડપણનું કારણ કહી શકાશે નહિ.
- જે લેકે સામાજિક પ્રશ્નોનો અભ્યાસ કરવાની પધ્ધતિથી બિલકુલ અજ્ઞાન છે, અથવા તે જેમને તે પ્રમાણે અભ્યાસ કરવાની ટેવ નથી તે લેકે તરત જ કહેશે કે આત્મહત્યા કરવી ન કરવી એ
વ્યક્તિગત પ્રશ્ન છે. સમાજસ્થિતિનો અહીં જરાપણ સંબંધ આવતો નથી, એટલું જ નહિ પણ આત્મહત્યા કરવાનો આ જગત કયારે છોડી જવું એ નક્કી કરવાને પ્રત્યેક વ્યકિતને જન્મસિદ્ધ હક્ક છે. આત્મહત્યા કરી ગયેલાને સમાજ શું કરવાનો હતો ? વારૂ! આ બે પ્રશ્નોને આપણે વિચાર કરીએ. પહેલા પ્રશ્ન સંબંધી એમ કહી શકાશે કે વ્યકિત જે કારણો માટે આત્મહત્યા કરે છે, તે કારણો વ્યક્તિના નિયંત્રણથી બહારની કોઈ સામાજિક પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય છે. વિવક્ષિત કાળ અગર સ્થળની પરિસ્થિતિ કાંઈ વ્યકિત
1 Heredity and selection in Sociology-Chatterton Hill.
2 Criminal Sociology-Ferri; Modern theories of crimi nality-Do Quiros.
For Private and Personal Use Only