________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થા સમાજ સુખી કહેવાય ? wwwwwwwwwaaannnnnnnnnnnnnnnn ઠેકાણે મરવાની ઇચ્છા બલવત્તર બનવા લાગે, તે સમાજ ઉપરથી ગમે તેટલે સંઘટિન, સુખી અને સુંદર દેખાય, તે પણ મનુષ્યના અંત:કરણની અત્યંત પ્રાથમિક વાસનાની પૂર્તિ કરવા માટે પણ તે અપાત્ર અને અસમર્થ નીવડે સમજ. ટુંકામાં જે સમાજમાં સંખ્યાની વૃદ્ધિ સાથે તુલના કરતાં આત્મહત્યાની વૃદ્ધિનું પ્રમાણ જ્યારે વધારે જણાય ત્યારે જ એ સમાજ અધગતિના માર્ગે જઈ રહ્યો છે એ ખાત્રીથી સમજવું. ઉપર કહ્યું એ પ્રમાણે માનવની મૂળ આશા બદલાયાનું જ લક્ષણ થયું. સૃષ્ટિની મુખ્ય શક્તિ જ જાણે વિરૂદ્ધ દિશામાં બદલી રહી હોય એવું થશે.
અહીં પ્રશ્ન એ ઉત્પન્ન થશે કે આત્મહત્યાની વૃદ્ધિનું પ્રમાણ એ કંઈ સમાજની સારી અગર ખરાબ સ્થિતિ માપવાનું માપ (Unit) બની શકે નહિ, કારણકે આત્મહત્યા એ વ્યક્તિના ગાંડપણનું પરિણામ છે. અહીં બે બાબતે સિદ્ધ થવી જોઈએ.
(૧) આત્મહત્યા કરનારા લેકે ગાંડા છે તેથી આત્મહત્યા કરે છે, અને
(૨) સમાજના જે વિશિષ્ટ ખંડ વિષે આપણે બોલતા હેઇએ, તે ખંડમાં આત્મહત્યા અને ગાંડપણની વૃદ્ધિ સમાન્તર રેષામાં થાય છે.
પહેલી બાબતમાં કાર્ય કારણુ ભાવ બતાવવો જોઇશે, અને બીજી બાબતમાં “જ્યાં ગાંડપણનું પ્રમાણ વધારે ત્યાં આત્મહત્યાનું પ્રમાણ વધારે” અને “જયાં ગાંડપણનું પ્રમાણ ઓછું ત્યાં આત્મહત્યાનું પ્રમાણ ઓછું” ( Method of agreement) એ સમન્વય બતાવવો જોઈએ. જે એમ બતાવી શકાય કે જ્યાં ગાંડપણનું પ્રમાણ એાછું ત્યાં આત્મહત્યાનું પ્રમાણ વધારે અને જ્યાં ગાંડપણનું પ્રમાણ વધારે ત્યાં આત્મહત્યાનું પ્રમાણ ઓછું, તે ચેકખું કહી શકાશે કે 28
For Private and Personal Use Only