________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ,
ઉત્પન્ન થએલા માનવસમૂહને “વણું” શબદથી સંબોધવામાં આવ્યો અને બીજા પ્રકારની વિભાગણીથી ઉત્પન્ન થએલા સમૂહને સંબોધવા
જાતિ” શબ્દ વપરાયો. પહેલે શબ્દ સંસ્કારદર્શક (Cultural) હતા, જ્યારે બીજો શબ્દ આનુવંશિક ગુણે દર્શાવતો. ‘જાતિ” એ શબ્દ સુપ્રજા ઉત્પન્ન કરવાના આદ્યઘટક (primary breeding unit) એવા અર્થમાં વપરાએલ જણાય છે.
તેથી હિંદુસમાજ શાસ્ત્રકારે ધર્મ પ્રવચનની શરૂઆત આ વિભાગોનું અસ્તિત્વ ગૃહીત માનીને જ કરે છે;
અવશ્વવિના અથાકતુપૂર્વ: . अन्तर्षभवाणां च धर्मान्नो वचमर्हसि ॥
અ ૧ લો ૨ “હે ભગવન, સર્વ વન અને સંકીર્ણ જાતિઓના ધર્મો તું અમને ક્રમથી કહે.” આ પ્રવૃત્તિ આર્યોનાં ખમીરમાં જ ઘણા પ્રાચીનકાળથી હોવી જોઈએ એમ જણાય છે. રા. વિ. કા રાજવાડે કહે છે કે “વર્ણભિન્નતા અને યૂથભિન્નતાને લીધે બ્રહ્મમાં અને ક્ષત્રમાં બેટીવ્યવહાર અત્યંત પ્રાચીનકાલમાં પણ થતો નહિ અને પાછળથી જે કે થોડા ઘણું પ્રમાણમાં થવા લાગ્યો તથાપિ બેટીવ્યવહારમાંથી અલિપ્ત રહેવાને બ્રાહ્મણોને કટાક્ષ તે વખતે પણ હાલ જેટલે જ તીવ્ર હતા.” એટલે વર્ણ શુદ્ધ રાખવાની બુદ્ધિ બ્રાહ્મણોમાં ઘણું પ્રાચીનકાલથી જાણે સાહજિક ન હોય એમ જણાય છે.
આવી રીતે જોતાં સ્પષ્ટ માલમ પડે છે કે હિંદુની સમાજરચના સંઘપસંધ, જાતિ, ઉપજાતિ અગર વર્ણ અને આંતરજાતિઓથી બંધાએલી છે. ઈતર માનવસંઘ તરફ દ્રષ્ટિ નાખતાં શું નજરે પડે છે? ઉપર ઉપરથી જોઇશું તે પણ મુખ્યત્વે એક બાબત નજરમાં
१ राधामाधवविलासचंपू, प्रस्तावना पानु १४०
For Private and Personal Use Only