________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
હોવાનું સમાજ૫નારાય
*
*
*
*
* *
*
* -
-
-
નિસર્ગની જે અવ્યવસ્થા તરફ પ્રવૃત્તિ હોય છે તે દૂર કરવી હોય તે તે નિયમેને કડક અમલ કરવાથી જ બની શકશે. જાતિબહિષ્કારને કડક નિયમ હોય તે જ પિતાના પિતા કે પિતામહને ધધો છોડી જવાની ચાલતા સુધી ઈચ્છા થશે નહિ. પિતાના બાપદાદાથી ચાલ્યા આવેલા ધંધાવડે પણ જે નિર્વાહ ન ચાલી શકે તે, વ્યક્તિએ પોતાના ઘરથી નીચલા થરના ધંધા કરવા, ઉપરના થરના ધંધા ન કરવા, એ મનુને આશય દેખાય છે. અમે આ વિષે જે ચર્ચા કરી છે તેનું મનુના વાકયો સાથે સંવાદીપણું છે કે નહિ તે જેવાથી મનુનું સમાજવિષયક બાબતોનું જ્ઞાન કેટલું ઉંડુ હતું તેની ખાત્રી થયા વિના નહિ રહે વ્યક્તિ નીચેના થરનો ધંધો કરવા લાગે તે વૃત્તિ સંકર થશે. પરંતુ વર્ણસંકર થશે નહિ, કારણકે પિતાની સ્ત્રી પોતાના ઘરથી ઉપરના થરની હોવી જોઈએ એવી માન્યતા તરફ માનવોની નૈસર્ગિક પ્રવૃત્તિ હોય છે. એ પ્રવૃત્તિ સુધરેલા કે પછાત બધા દેશમાં જણાઈ આવે છે, તેથી વ્યક્તિ નીચેના થરમાં બંધ કરવા લાગે તે વિવાહ પણ ત્યાં જ કરશે એમ લાગતું નથી. હિંદુધર્મશાસ્ત્રમાં બ્રાહ્મણોને જે ધંધાની પરંપરા કહી છે, તેજ ઉપલક્ષણથી સર્વ જાતિઓને લાગુ પડે છે.
મનુના મતાનુસાર બ્રાહ્મણેને હિતકારક એવા ધંધા કહ્યા છે. તે ધંધા કરી ઉપજીવિકા થતી ન હોય તો ત્રેવણકામાંથી જ પરંતુ પ્રથમ તેની જ નજીકના ક્ષત્રિય વર્ણને બંધ કરવાની છૂટ આપી છે. ક્ષત્રિયનું કર્મ રક્ષણ એટલે રાજસત્તા. એ જ રાજસત્તામાં બ્રાહ્મણોએ સ્થાન મેળવી લેવું જોઈએ, પરંતુ રાજસત્તા અને દ્રવ્યનો સંબંધ વંશનાશ સાથે છે તેને વિચાર કરતાં બ્રાહ્મણએ એ ધંધો ન જ કરે એ ઉત્તમ. રાજસત્તામાં સ્થાન મળવાથી ઉપજીવિકા ઉત્તમ ચાલશે પરંતુ તે સર્વથા શુદ્ધ હશે જ એમ નહિ કહી શકાય. તેથી બનતા સુધી બ્રાહ્મણોએ તે વર્ણનાં કાર્યો કરવાં નહિ. આવા પ્રકારનાં કાર્યો કરનારા પ્રસિદ્ધ બ્રાહ્મણ ઈતિહાસમાં થઈ ગયા છે. પરંતુ
For Private and Personal Use Only