________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
(ઈ) “વ્યકિતગત સ્વાતંત્ર્ય નષ્ટ થશે.” આ એક વાકયમાં એટલા બધા હેત્વાભાસો કરવામાં આવેલા છે કે તેમનું ખંડન કરવા એક સ્વતંત્ર પુસ્તક જ લખવું પડે. અત્યારે એટલું જ કહેવું બસ થશે કે કઈ પણ મર્યાદાઓનો ઉલ્લેખ કર્યા સિવાય “વ્યકિતસ્વાતંત્ર્ય” એ શબ્દનો ઉપયોગ કરે એ પગમાથા વિનાના ગપ્પાં મારવાની સુધરેલી પદ્ધતિ છે એટલું જ ! હિંદુસ્તાનમાં જાતિ સંસ્થા લગભગ ત્રણ હજાર વર્ષો થયાં સ્થિર બનેલી છે, પરંતુ ઉપર બતાવેલાં પરિણામોથી એકે અહીં બન્યું નથી; અને પાછળથી પણ અમારામાંના સ્વયંભૂ નેતાઓને સમાજશાસ્ત્રની બાળાક્ષરી પણ આવડતી હોય તે તેઓએ સ્થિતિસ્થાપક હિંદુસમાજમાં, રાજકારણ ગુંચવાઈ જઈ, જે ગોટાળા ઉત્પન્ન કર્યા છે તે ન કર્યા હોત પણ એમ કેમ બને ! આપણે તે સમાજસુધારણું કરવી છે.
ઠીક, જાતિયુકત સમાજ પર જે આક્ષેપ લેવામાં આવે છે તે ભાવનામય અશાસ્ત્રીય અને બાલિશ સ્વરૂપના હૈય છે, એમ અત્યાર સુધી બતાવ્યું છે. જ્યાં આક્ષેપકેએ કહેલાં આવાં પરિણામ દેખાતાં નથી, ત્યાં જાતિમય સંસ્થા વિરૂદ્ધ સબળ કારણે બતાવવાં શક્ય નથી. આપણો પહેલો મુદ્દો સમાજની વિભાગ છે. તે પર કરેલી ચર્ચા ધ્યાનમાં લેતાં એવું અનુમાન નીકળે છે કે સમાજની વિભાગણી સમૂહની કે જાતીય સ્વરૂપની હોવી જોઈએ, કારણકે તે પદ્ધતિને ફાયદે શાસ્ત્રીય દષ્ટિએ નિશ્ચિત છે અને તે કેવળ સામાજિક ભાવનાનો જ (અથવા ભાવનાત્મક) રહે છે. તે ભાવનાઓ પણ નૈતિક મૂલ્યો બદલવાથી બદલી શકાય તેવી હોય છે. આ સંબંધી માનવસમાજને લાગુ પડે તે સર્વકાલીન નિયમ અમે આગળ કહ્યો જ છે; પછી તે જાતિઓને સ્થિર રાખવા માટે તરૂણ તરૂણીઓને વિભકત રાખવાં જોઈએ એ મુદ્દાને અહીં ઉલ્લેખ માત્ર કરીએ છીએ.
For Private and Personal Use Only