________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
હિંદુઓનું સમાજરચનાશા
શા માટે ન કરે એનું ટુકામાં દિગ્દર્શન અમે આગળ કર્યું જ છે જે વસ્તુ તદન બનવી જ ન જોઈએ, એ નિશ્ચિત થયા પછી તે વિષે પ્રેમ કે અને પક્ષપાત કો? જાન્યતરને પ્રશ્ન નીચેના થરની વ્યક્તિ જ્યારે પિતાના કર્તુત્વવડે ઉપરના થરમાં જવા ઇચ્છે છે, અગર ઉપરના થરની વ્યકિત અકર્તાવવાન થવાથી અન્ય સંસ્કૃતિને સ્વીકાર કરવા ઈચ્છે છે, ત્યારે જ જાત્યંતરનો પ્રશ્ન નૈસર્ગિક રીતે ઉત્પન્ન થાય છે. એક જ ઘરમાં બે જાતિઓની વ્યકિતઓને પિતાની જાતિ છેડી તેના જેવી જ બીજી જાતિમાં જવાથી કશો ફાયદે થતા નથી. તેથી તેમ કરવાની વ્યક્તિને સહસા જરૂર ગણાતી નથી. જે કે પ્રેમશાસ્ત્રો અહીં પણ આવવાનું જ. પરંતુ પ્રેમ નામની કિચિંત કાલ માનવમગજમાં ઉત્પન્ન થનારી ઘેલછા ખાતર સમાજરચના બદલવાનું કંઈ પણ કારણ નથી. આ વિશે રસેલ શું કહે છે તે આપણે જોઈ ગયા છીએ. તે કહે છે, “શાસ્ત્રીય પદ્ધતિ પર રચાયેલા સમાજમાં કાવ્યને યંત્રશક્તિ જેટલું મહત્વ આપવાની અને પ્રેમને શાસ્ત્રીય શોધખોળ જેટલું મહત્વ આપવાની કલ્પનાને બીલકુલ સ્થાન મળશે નહિ. કોઈ એકાદ હિંમતવાન વ્યક્તિ આવી કલ્પનાઓ કહેવા લાગશે તે એની બડબડ તરફ દુર્લક્ષ કરવામાં આવશે. બીજે મુદો, તરૂણતરૂણીઓને પરસ્પરથી દૂર રાખવાં જોઈએ, એ છે. તે સંબંધી એટલું જ કહેવાનું કે આ બાબત પાશ્ચાત્ય લેખકોને લાગે છે તેટલી અઘરી નથી. એ સંસકારે હિંદુસ્તાનમાં જાતિભેદ દ્વારા પ્રત્યેક હિંદુ વ્યક્તિના અંતઃકરણમાં સારી રીતે ઠસી ગયા છે અને તે વ્યક્તિ પર બીજા કેઈ પણ બંધન સિવાય આચરણમાં ઉતારી શકાયા છે. આના માટે ઓછાવત્તા પ્રમાણમાં નિત્ય અને નૈમિત્તિક અસ્પૃશ્યતા પણ રૂઢ થએલી છે. અનેક આવાં કારણેમાંથી બાલવિવાહનું અસ્તિત્વ એ પણ એક કારણ છે.
Scientific outlook-B. Russel.
For Private and Personal Use Only