________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
૨૯૭
લાયક પ્રજા એક બાજુએ ચુંટી કાઢવાથી સ્વાભાવિક રીતે ઓછી લાયક પ્રજા પિતાની મેળેજ જુદી થઈ જશે. જે વિભાગણીના મૂલ તત્વ પર સુપ્રભાયુક્ત જાતિ ઉત્પન્ન કરવી ફાયદાકારક હોય તો તે જ તત્ત્વ પર, પ્રાણીશાસ્ત્ર, કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સુપ્રજાશાસ્ત્ર વગેરે શાસ્ત્રોની મર્યાદા પાળીને હિંદુઓના જેજ જાતિયુક્ત સમાજ શા માટે ન કરે, એ જ અમને સમજાતું નથી. એવા સમાજ ઉત્પન્ન થયા પછી પ્રકૃષ્ટ સમૂહને એવા ધંધા નિયત કરી દેવા કે દર પેઢીએ તેમની સંખ્યા વધતી જાય અને નિકૃષ્ટ સમૂહને પણ એવા ધંધા નિયત કરવા કે દર પેઢીએ એમની સંખ્યા ઓછી થતી જાય. આ રીતે સમાજના બંને છેડાથી સુપ્રજાજનનશાસ્ત્રનો ઉપયોગ કરીશું તે ધીમે ધીમે સુધરી જશે, પરંતુ આ વસ્તુ સહજ થનારી નથી.
હિંદુસ્તાનના સમાજસુધારકે તરથી અને ખ્રિસ્તી પરંપરામાં ઉછરેલા લેખક વર્ગ તરફથી જાતિભેદ વિરૂદ્ધ જે કેટલાક આક્ષેપ કરવામાં આવે છે તેનું ક્રમવાર પરીક્ષણ કરીએ.
(૧) જે સુપ્રજાજનનશાસ્ત્રના તત્વ ઉપર જાતિ નિર્માણ કરવાની થાય તે ઉચ્ચ જાતિના તરૂણ સ્ત્રી પુરૂષો ને બીજી જાતિઓના તરૂણ સ્ત્રી પુરૂષોને વિભક્ત રાખવા જોઈએ; ત્યારે જ તેમની અંદરઅંદર થનારા વિવાહ પ્રસંગે બંધ થશે, અને બીજા સમૂહની વ્યકિતઓથી તે સમૂહમાં પ્રવેશ કરી શકાશે નહિ; નહિ તે અમારા સમાજમાંના વણુતરવાદી પંડિતેના કહેવા પ્રમાણે બીજા સમૂહની કેટલીક ચૂંટેલી વ્યક્તિઓને તેમાં પ્રવેશ કરવા દેવું પડશે, પરંતુ અહીં પ્રેમ અને પક્ષપાત એ બે વૃત્તિઓને લીધે ગોટાળા ઉત્પન્ન થવા સંભવ છે. ઘણી વખત પ્રેમને લીધે તે જતિમાં રહેવાને ને લાયક છતાં તે વ્યક્તિને તેમાંથી કાઢી મૂકાશે નહિ અને પક્ષપાતને લીધે અન્ય લાયક વ્યક્તિઓને તે જાતિમાં દાખલ કરવામાં આવશે નહિ. એક જાતિની વ્યક્તિઓએ વિવાહની બાબતમાં બીજી જાતિમાં પ્રવેશ
For Private and Personal Use Only