________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
^^^^^^^^^^^^
^^
^^
વિવાહવિચાર
૭ ^^^^^^^^^^^^^^^
^ જોઈએ? કે જેથી એ હિતકારક થાય. બીજું એક ઉદાહરણ લઈએ. મધ્યપ્રાંતના નેહરૂ વગેરે બ્રાહ્મણ વંશ મહારાષ્ટ્રના ચિત્પાવન વગેરે બ્રાહ્મણે સાથે વિવાહ કરે તે તે હિતકારક થશે કે કેમ? ભાગોલિક, સામાજિક, આર્થિક વગેરે બાબતેના બે વિવાહેરછુ વ્યક્તિઓના માર્ગમાં આડે આવતા વૈષમ્ય સંબંધી શાએ શી વ્યવસ્થા કરી છે? આ પ્રશ્ન દેખાય છે તેટલું સહેલું નથી. આવા જ સમૂહે શા માટે પડ્યા કે શા માટે પાડવામાં આવ્યો એ જાતના પ્રશ્નો પૂછવાને અધિકાર કોઈ પણ વ્યકિતને નથી અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે હાલે જે સમૂહે જે નામથી એકરૂપ મનાય છે તે સમૂહની વિવાહ વડે એટલે અનુવંશ વડે સેળભેળ કરી નાખવી કે કેમ ? આ પ્રશ્નને નિર્ણય પ્રત્યક્ષ પ્રયોગ વડે પરિણામ જોઈ કરવા જઈશું તે પણ એ પદ્ધતિ અત્યંત વિઘાતક છે, કારણ કે પ્રયોગનું ફળ હિતકારક જ થશે એમ પાછળથી નિશ્ચિત કહી શકાશે નહિ. સર્વસાધારણ અનુવાંશિક ગુણ સંક્રમણના નિયમો જોઈશું તો તે નિયમો આવી સેળભેળને પિક નથી. એક ઠેકાણે અભ્યાસ કરી વિદ્વાનોએ કાઢેલાં અનુમાન અને નિયમો બીજે ઠેકાણે લાગુ પડશે કે નહિ એ પણ શંકાસ્પદ છે. છતાં આ વિષયનું અઘરાપણું દૃષ્ટિમાં લાવવા માટે તેમાંના કેટલાક અભ્યાસ પરથી નીકળતાં અનુમાનો નીચે આપું છું. હેવલોક એલીસે. આયરિશ, સ્કેચ, ઇંગ્લીશ અને વેસ એ ઉપર ઉપરથી સરખા દેખાતા અને દેશભિન્નત્વને લીધે જુદાં જુદાં સાંકેતિક નામો ધારણ કરનારા ચાર સમૂહોની સંકર પ્રજાનો અભ્યાસ કર્યો છે. આ ચાર સમૂહમાંથી સ્કેચ, આયરિશ અને વેલ્સ સમૂહો કરતાં ઈગ્લીશ વધુ નજીક છે. હાલની સુશિક્ષિત પદ્ધતિથી જોતાં સ્કેચ અને ઇંગ્લીશ સમૂહ વચ્ચે વિવાહ થાય છે તેથી ઉત્પન્ન થનારી પ્રજા વધુ ફ્તત્વવાન થવી જોઈએ. પરંતુ અભ્યાસ પરથી
Scientific outlook-B. Russel.
.
For Private and Personal Use Only