________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
૨૭
કરતાં જણાઈ આવ્યું કે માબાપનું સંતાન પરનું પરિણામ પતિ પત્નીને અરસપરસના પરિણામ કરતાં બમણું હોય છે. હિંદુસ્તાનના અગર યુરેપના પેટભરૂડકટરે શું કહે છે અને ખરેખર વસ્તુસ્થિતિ શી છે અને આજની પદ્ધતિ વડે સમાજની અધોગતિ કેમ થઈ રહી છે વગેરે જેવું હોય તે એ વિષય પર મૂળ ગ્રંથ જ વાંચો જોઈએ. ચૅટરટન હિલ કહે છે કે, “ આ રેગ પ્રત્યક્ષ સંક્રાન્ત થત હોય કે ન હોય. પણ રોગના પ્રસાર માટે હિતકારક એવી શરીરઘટના ( Constitution) તે સંક્રાન્ત થાય છે એ ચોક્કસ પ્રત્યક્ષ રગ સંક્રાન્ત થાય છે એમ કહે અગર તેને પિષક શરીરઘટના સંક્રાન્ત થાય છે એમ કહે પરંતુ આ રોગથી દુષિત થયેલા વંશ વિવાહ માટે ત્યાજ્ય છે એમ કહેનારે મનુ ભુલ કેમ કરે છે એ અમારાથી સમજાતું નથી! આ રોગનું પ્રમાણ શુદ્ધ વંશીય કરતાં સંકર પ્રજામાં વધારે હોય છે, એ બાબત સમાજસુધારકેએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આવા પ્રકારના રોગે વધે તે હરત નથી પણ અમે તે જાતિભેદ નષ્ટ કરીશું જ એ નિશ્ચય જે મહાત્માઓનો થયો હશે તેમના માટે આ ચર્ચા નથી, એ કહેવાની જરૂર નથી.
મંદાગ્નિના રેગવાળા વંશ–પાચનશક્તિ સારી ન હેવી એ સર્વ રોગનું ઉગમસ્થાન છે, એ હકીક્ત કોઈને પણ સ્પષ્ટ કરીને કહેવાની જરૂર નથી.
અપમાદિ (Epilepsy) રેગવાળા વંશને ત્યાગ કરવો જોઈએ. આનું વધારે વિવેચન કરવાની જરૂર નથી.
આવી રીતે મનુએ આગળ વધેલા અને શ્રીમાન વંશે પણ ત્યાજ્ય માન્યા છે, અને એવા વંશ વિષે મનુએ જે લખ્યું છે,
Heredity & Selection in Sociology-Chattertou Hill.
For Private and Personal Use Only