________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
૨૭
સજા થશે. પણ મનું પ્રમાણે જ સીઝર લૉ બ્રોસો નામક ગ્રંથકારને પણ તેમાં હેતુ દેખાય છે. તે કહે છે કે, “બહુ વાળ હોવા એ વ્યક્તિમાં ગુને કરવાની પ્રવૃત્તિનું અસ્તિત્વ વ્યક્ત કરે છે.” એ વસ્તુ બરાબર છે કે કેમ એ અમે કહી શકતા નથી. પરંતુ ભિન્ન સ્થળે, ભિન્ન કાળે અને બે ભિન્ન સંસ્કૃતિના લેખકેએ એક જ પ્રકારનું વિધાન કર્યું છે એ સર્વથા ભૂલભરેલું હશે એમ અમે કહી શકતા નથી. ટાયર કહે છે કે, “ધારે કે તાર્તારના મુસલમાન અને ડાહોમીના આધુનિક અંગ્રેજો કે ફીજી ટાપુના વેસ્લેપથી ખ્રિસ્તી અને તેજ ટાપુમાંના જેસ્યુઈટ પાકી એ બંને એકાદ સ્થિતિનું વર્ણન સરખા શબ્દોમાં કરે તો તે વર્ણન કેવળ યદગ્યા સાધમ્ય કે ગ્રંથકારની લુચ્ચાઈ હશે એમ કહેવું અશકય છે. અહીં તે બંને શાસ્ત્ર એકજ અનુમાન કાઢે છે તેથી આ પ્રશ્નનો પદ્ધતિસર અભ્યાસ થવું જોઈએ એમ અમને લાગે છે.
આ સમ–અર્શ રેગ (હરસ) હેય એવા. અમે પાછળ કહ્યું જ છે કે, પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રને આ રોગને અને અનુવંશને સંબંધ સમજાય નથી. તે વૈદકશાસ્ત્રી મુખ્યત્વે કરીને પરિસ્થિતિને વિચાર કરે છે. જંગલી પાશ્ચાત્ય જેમ જેમ સુધરતું જશે તેમ તેમ એમને પણ આ સ્થિતિનું જ્ઞાન થશે. પરંતુ જે સમાજમાં આ જ્ઞાન પ્રાચીન કાળથી જ છે તે સમાજે પાશ્ચાત્યો તરફ શા માટે નજર કરવી એ સુશિક્ષિત અને સુધારકે જ જાણે. અમારા આર્ય વૈદકમાંના ગ્રંથમાં આવા પ્રકારના રેગેની યાદી જ આપી છે. આર્શસ એ પદથી આવા સર્વ રોગવાળા વંશ, એ ઉપલક્ષણાત્મક અર્થ લેવાને છે. વાગભટ કહે છે.
? Criminal man-Lombrosoo. २ अशंग हृदय
For Private and Personal Use Only