________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલો ભાગ ભજવે છે તે આધુનિક સમાજશાસ્ત્રીઓએ કાઢેલા સિદ્ધાન્ત પરથી સમજી શકાય તેમ છે. વ્યક્તિને સંસ્કાર યુક્ત કરવી એનું કાર્ય દ્વિવિધ પ્રકારનું હોય છે. (૧) વ્યક્તિમાં જે સદ્દગુણ છે તેનું યોગ્ય પિષણ થઈ તેને વિકાસ થાય છે અને (૨) વ્યકિતમાં જે અસામાજિક ગુણ હોય છે તેનું નિયંત્રણ થાય છે, હિંદુઓની શિક્ષણ પદ્ધતિ આ જ તત્વ પર રચાએલી હતી. અંગ્રેજી શીખેલા વિદ્યાથીઓ ઘણી વખત પૂછતા હોય કે નિત્ય સંધ્યા કરવાથી શો ફાયદે થાય? એમાં માત્ર સમયને અપવ્યય છે. પરંતુ
જ્યારે પાશ્ચાત્યાએ કહ્યું કે દિવસના કેઈ પણ નિશ્ચિત કાલમાં નિયમિત ૧૫-૨૦ મિનિટ કોઈ પણ કાવ્ય કે ગદ્યાત્મક લખાણને તે પાઠ કરવાથી વ્યક્તિમાં મન એકાગ્ર કરવાની શકિત વધે છે. ત્યારે એમને સંધ્યાનું મહત્વ સમજાયું. આવા દાખલાઓ અનેક આપી શકાશે. આપણા જીવનક્રમમાં નિત્ય નૈમિત્તિક આચારોમાં પણ ઘણીજ શિથિલતા આવી ગઈ છે. તેને દૂર કરવાને બદલે આપણે ફેશન અને સાયન્સના ઓઠા હેઠળ એ નબળાઈને બચાવ કરી તેને પિકીએ છીએ એ ઘણું જ અનિષ્ટ છે.
હાલમાં કાલેજ અને શાળામાં અપાતા શિક્ષણની વિદ્યાર્થીઓના માનસ પર કેવી અસર થાય છે એ વિશદ્ કરી કહેવાની જરૂર નથી. અભ્યાસક્રમ પુરો થયા પછી જીવનમાં ઉપયોગી થાય તેવી ટેવો અને ગુણોને વારસે કઈ શાળાઓ કે કોલેજે ભાગ્યેજ આપી શકે છે, ઉલટું દરેક વિદ્યાથી વધુ કષ્ટ ન કરતાં જીવન સહેલાઈથી કેમ વિતશે એ જ વિચારમાં હોય છે અને ખરી લાયકાત કરતાં બહારના દેખાવ કે આડંબર તરફ વધુ ધ્યાન આપે છે. તેથી તેની પાસે જીવનરક્ષક સગુણોની પુંજી જોઈએ તેટલા પ્રમાણમાં હતી નથી. આનું સ્વાભાવિક પરિણામ શું આવે છે તે આપણે હંમેશ જીવનમાં જોઈએ છીએ.
For Private and Personal Use Only