________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજશ્ચના
૨૫૫
(૩) પ્રાણીશાસ્ત્રની દષ્ટિએ ઉપર પ્રમાણે વ્યવસ્થા ક્ય પછી, અર્થશાસ્ત્રની દૃષ્ટિએ અન્નની અને ધંધાની વિભાગણી થવી જોઈએ, તે એવી રીતે કે તે વ્યવસ્થામાં શ્રેષ્ઠ પ્રજાની ઉત્પાદન શકિત વિશેષ થતી રહે અને કનિષ્ટ પ્રજાની ઉપ્તાદન શકિત ઓછી થતી રહે. અહીં દાન પદ્ધતિ પણ શ્રેષ્ઠ વર્ગને દાન દેવાના ધોરણુપર હેવી જોઈએ. આપા દાન ત્યાજ્ય સમજાવું જોઈએ. કેવી હીનતા દાનને માટે પાત્રતા મનાશે નહિ.
(૪) શ્રેષ્ઠ પ્રજા માટે આચારવિચારના અત્યંત કડક નિયમે અને સંસ્કારે નિશ્ચિત કરી તે નિયમોનું તે પ્રજા તરફથી કડક રીતે પાલન કરાવી લેવું જોઈએ.
(૫) અનુવંશના અને સમાજશાસ્ત્રના નિયમો પ્રત્યેક વ્યક્તિથી સહસા સમજી શકાય તેવા ન હોવાથી તે નિયમ રીતરિવાજોમાં જ રૂઢ કરી રાખવા જોઇએ.
(૬) વંશનાશક વિષો ( Racial poisons)ને ફેલાવ શ્રેષ્ઠ પ્રજામાં થવા દેવો ન જોઈએ.
(૭) વિવાહ સંબંધ સ્થિર અને શુદ્ધ રાખવા. અહીં પ્રાણીશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર -ટુકમાં લગભગ બધાં શાસ્ત્રોને વિચાર કરી તે નિયમે નક્કી કરવા જોઈશે. તે નિયમો એક વાર નક્કી થયા પછી કોઈ પણ વ્યકિતગત હેતુ માટે તેમનું ઉલ્લંઘન કરી શકાશે નહિ. વિવાહ સંબંધ સ્થિર થશે એટલે પોતાની મેળે શુદ્ધ થતા જશે.
( ૮ ) વિવાહ દ્વારા જ વંશનું શ્રેષ્ઠત્વ ઉત્પન્ન થવું ઈષ્ટ હેવાથી વંશને ઇતિહાસ અને ગુણદોષોની યાદી રાખવી. વંશનો. ઇતિહાસ અને વંશાવલિ રાવર લેકોના ચોપડામાંથી ઘણી સહેલાઈથી જોઈ શકાય તેમ છે, પણ એ પદ્ધતિ સુધરેલા લેકે તરફથી ત્યાય મનાય છે. તેમ જે ન થાય તે જાતિઓનો ઈતિહાસ બરાબર મળશે
For Private and Personal Use Only