________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪.
હિંદઓનું સમાજરચનારા
અમારાથી સમજી શકાય એમ નથી. એકંદરે આ લેખકના મતે વર્ણાન્તરની પ્રવૃત્તિ નાશકારક દેખાય છે.
હવે છેલ્લું સમાજશાસ્ત્રનું ચેટરટનર હીલનું કહેવું આપની પાસે રજુ કરું છું. તે ગ્રંથકાર કહે છે કે, “જે સમાજમાં જાદા જુદા થરોની ઉત્ક્રાન્તિને વિચાર કરી દરેક વ્યક્તિએ પિતાની મહત્વાકાંક્ષા કઈ મર્યાદા સુધી લઈ જવી અને તેથી આગળ લઈ જવી નહિ? આવા પ્રકારનું નિયંત્રણ મન ઉપર પ્રતિબિંબિત કરવાની હિંમત નહિ હોય તે સમાજ સૃષ્ટિપટ પરથી નષ્ટ થવાના માર્ગે ઝડપથી પ્રયાણ કરી રહ્યો છે એમ સમજી લેવું.” અમારા સમાજમાં આવું નિયંત્રણ પ્રત્યેક વ્યક્તિના મન પર પ્રતિબિંબિત થયું છે તે હવે કાઢી નાખવું એવા પ્રકારની સુધારણા થવા લાગી છે, એ આશ્ચર્ય નહિ તે શું? આ રીતે સમાજ છિન્નભિન્ન કરવાથી તે કંઈ સમર્થ થવાને છે ? આવા પ્રકારની જે સમાજની સ્થિતિ થાય છે તે સ્થિતિ સુધારવાના ઉપાયો ખેળતાં તે ગ્રંથકારને બે ઉપાયે સુઝે છે. પહેલે ઉપાય એ કે ધર્મસત્તા આજે ચારે તરફ શિથિલ થતી જાય છે. તે ફરીથી પહેલા પ્રમાણે જ દઢ કરવાના પ્રયત્ન કરવા. તે ફરીથી તેવી કરી શકાશે કે નહિ એ પ્રશ્નનો ઉત્તર દેવે કઠિન તે છે, પરંતુ ધર્મ સંસ્થા જે ફરીથી પ્રસ્થાપિત થાય તે આ લેખકને અત્યંત હિતકારક લાગે છે. આપણા સમાજમાં કેટલાક નેતા વર્ગને અને ધર્મસત્તાને જાણે બારમે ચંદ્ર હોય એ ભાસ થાય છે. બીજો ઉપાય એ કે મુડીઓને ઉદય થવા પહેલાં ધંધાઓના સમૂહ હોવાની પદ્ધતિ પર જે સમાજરચના રચાએલી હતી-હિંદુસમાજશાસ્ત્રની
| National welfare and National decay-Mc Dougal; Genetical theory of natural Selection-Fisher; Hereditory genius-Galton.
Heredity and selection in Sociology-chatterton Hill.
For Private and Personal Use Only