________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
પ્રતિ વાંશિક અને સરકારિક
૧A સંસ્કૃતિ સૃષ્ટિમાંથી વિનાશ પામશે અને તેનું નામનિશાન પણ રહેશે નહિ
ત્રીજે પર્યાય એટલે પિંડ સુદઢ પણ સંસ્કૃતિને અભાવ. આવા પ્રકારના સમાજે ભૌતિક શક્તિનું મુખ્ય કાર્ય જે વિનાશ તે કરી જગતમાંથી અંતધ્યાન થાય છે અને નામનિશાન પણ રહેતું નથી. હુણ ડાલ વગેરે લેકેના સમાજ આવી જ જાતના હતા. ગાથા લેકએ વખતોવખત હલા કરી રોમન સામ્રાજ્યની કેવી પાયમાલી કરી અને તે સામ્રાજ્ય કેટલું જર્જરિત કરી નાખ્યું એ વાત ઇતિહાસને વિદિત જ છે. કાલેઅકાલે શૌર્યનાં સ્તુતિ સ્તોત્રો ગાનારા આપણું લેખાએ, નેતાઓએ, અને બીજાઓએ જરૂર વાંચી જવાં. એટિલા નામના હુણ સરદારે યુરોપમાં કેટકેટલી મહાન લડાઈઓમાં વિજય મેળવ્યો હતો તેનાં વર્ણને ગીબનના ઇતિહાસમાં મળી આવે છે. તે સરદારે યુરોપમાં ૫૦૦ માઈલની સરહદપર પિતાની અગણિત સેના સાથે એકદમ હલ્લો કર્યો અને તેવી જ રીતે ઓધને ઠેઠ ફ્રાન્સ સુધી પહોંચાડ્યો. રણક્ષેત્રમાં આટલાં મેટાં પરાક્રમે કહી બતાવ્યા છતાં પણ આ લડવૈયાઓથી પિતાને સમાજ ટકાવી શકાશે નહિ અને તેમની સંસ્કૃતિને અવશેષ પણ આજે શિલ્લક રહ્યો નથી. આ ઉપરથી સમાજના રક્ષણમાં યુદ્ધનું કાર્ય કેટલું ઓછું હોય છે. અને યુદ્ધમાં કાલેઅકાલે સુનિસ્તેત્રો ગાતાં બેસવું એ ઠીક નથી.
વારૂ, ઉપરની ચર્ચા પરથી નીચેનાં અનુમાને કાઢી શકાશે.
(૧) પિંડ દષ્ટિએ સુદઢ પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ પછાત એવા લેકની સ્પર્ધા પિંડ દષ્ટિએ હીન પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ સુધરેલા એવા કે સાથે થાય તે પહેલા પ્રકારના લોકે અંતિમ ઝગડામાં વિજયી થાય છે. ઉદાહરણાર્થે–ગોથ, હુણ વેલ, વગેરે લેકેએ સ્કંદગુપ્તના મૃત્યુ પછી ગુપ્ત સામ્રાજ્યને છિન્નભિન્ન કરી નાખ્યું અને મુગલ લેકેએ ચીન અને હિંદુસ્તાનનાં રાજ્યો કબજે કર્યા.
For Private and Personal Use Only