________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નની પ્રથા ઐવશીય અને એકમિમ દેશમાં ઓછી ખરાબી કરે છે. પર`તુ હિંદુસ્થાન જેવા બહુવંશીય અને બહુર્મિય દેશમાં એ પ્રથા વિનાશના કારણરૂપ ખરે છે. હાલે કુલવાન પતિને પરણવાની પ્રથા ભુંસાઇ આકર્ષક પતિને પરણવાની વૃત્તિ સમાજમાં દેખાવા લાગી છે. ગુણીઅલ સ્ત્રીને પરણવા કરતાં પ્રેમપાત્રને પરણવાની વૃત્તિ તરૂણામાં દેખાય છે. મારા કહેવાને મતલબ એવા નથી કે પરણનાર સ્ત્રીપુરુષ વચ્ચે પ્રેમ ન હાય. પ્રેમ એ ભાવના પર આધાર રાખે છે અને યેાગ્યાયેાગ્યતાને વિચાર કરી ભાવનાએ જેમ કેળવવી હેાય તેમ કેળવી શકાય છે. પરંતુ ભાવનાની ખાતર પ્રાણીશાસ્ત્રના નિયમેાનું ઉલંધન કરવુ એ કાઈ પણુ પ્રકારે સમાજને શ્રેયસ્કર નથી. લગ્નને ઉકેલ હિંદુસમાજશાસ્ત્રી જેટલા કુશલતાથી અને શાસ્ત્રીય પદ્ધતિએ કર્યાં છે તેટલે ભાગ્યે જ બીજા કાએ કર્યો છે. માનવી બુદ્ધિ માટે શકય તેટલું સુંદર અને સાચું તત્વજ્ઞાન હિંદુધર્મના પાયારૂપ છે. હિંદુસમાજની રચના પ્રાણીશાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્રોના નિયમાનુસાર કરવામાં આવી છે અને સંસ્કૃતિનું ચણતર માનસશાસ્ત્રના ત્રિકાલાબાધિત સિદ્ધાન્તા પર થયેલ છે. પૃથ્વીતલપર આટલુ ઉગ્ર ( Sound ) તત્વજ્ઞાન ભાગ્યે જ કાઈ ધર્મમાં મળી આવે છે. આટલી પ્રાણીશાસ્ત્રીય વ્યવસ્થા ભાગ્યે જ કાઇ ખીન્ન સમાજમાં છે અને આટલી ચિરકાલીન અને શુદ્ધ સંસ્કૃતિ ભાગ્યે જ બીજે ક્યાંય મળી આવે તેમ છે.
હું આ પ્રશંસા સાધાર કરૂં છું. આ પુસ્તક જ તેના પુરાવારૂપ છે. સમાજના કોઇ પણ પાશ્ચાત્ય શાસ્ત્ર સાથે તેને વિસંવાદ નથી. ઘણાં આધુનિક પુસ્તકા લખાય છે તેમ આ પુસ્તક સાહિત્યની ધૂનમાં લખાયું નથી પરંતુ એની પાછળ અનેક વર્ષોંની જ્ઞાનતપશ્ચર્યાં અને પરિશ્રમ છે. જેટલું વિશાળ વાંચન થયું છે તેટલુંજ મનન થયું છે. એજ વધુ પ્રશ ંસાને પાત્ર છે. શ્રી. નરસિંહભાઇ પટેલ કૃત ‘ ઇશ્વરના ઈન્કાર ’માં વર્ણવાયલું
For Private and Personal Use Only