________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમની વચ્ચે વૈવાહિક સંબંધ શરૂ કરવામાં આવે તે એક પણ જાતિમાનાં વિશિષ્ટ ગુણની તીવ્રતા કાયમ રહી શકતી નથી. અને પરિણામ તદન અણધાર્યું આવે છે. વળી સંકર જાતિઓથી કઈ પ્રકારની સંસ્કૃતિ ચિરંજીવ બની શક્તી નથી એ જુદું જ. આમ જાતિસંસ્થા સમાજનું એક આવશ્યક અંગ છે. એમ લેખક અનેક પ્રમાણે આપી સિદ્ધ કરી બતાવે છે. આવી જાતિસંસ્થા ટકાવવા નાનાવિધ પ્રકારની યુક્તિપ્રયુકિતઓ સમાજશાસ્ત્રીઓ [Social Jegislators ] ને અજમાવવી પડે છે. કારણ સમાજના લેકને વ્યવસ્થાની કે સમાજહિતની દરકાર હોતી નથી. વળી આનુવંશના નિયમે એવા નથી કે સમાજમાંની દરેક વ્યક્તિથી સમજી શકાય. તેમના જીવનમાં બુદ્ધિ કરતાં ભાવના વધુ ભાગ ભજવે છે. આ બધું
ધ્યાનમાં લઈ સમાજશાસ્ત્રીઓએ Holy Lies નિર્માણ કર્યા, બાલ [ઋતુપ્રા] વિવાહ જેવા અત્યંત હિતપ્રદ રિવાજો અને અસ્પૃશ્યતાની પ્રથા જેવી અનેક બીજી બાબતે સમાજમાં રૂઢ કરી. સમાજને આજ્ઞા પ્રધાન બનાવ્યા. અને ઘણું તત્વનું જે ઘણાનું ઘણું સુખ તે સિદ્ધ કરી બતાવ્યું. ચાતુર્વર્ય સમાજ એક શાસ્ત્રીય (Scientific) સમાજ છે. એની ઉત્પત્તિ એકાદ વિશિષ્ટ હેતુની સિદ્ધિ પ્રીત્યર્થ થયેલ છે. એ સમાજ આજે લગભગ ઓછામાં ઓછા બે હજાર વર્ષોથી અસ્તિત્વમાં છે. એજ એના હિતકારકત્વ અને શાસ્ત્રીયત્વનું ઘોતક છે. કારણ પ્રતિજ્ઞાપૂર્વક એકાદ સમાજઘટના નિર્માણ કરવી અને આ ક્ષણભંગુર સૃષ્ટિમાં તે હજારો વર્ષો સુધી ટકાવી રાખવી એ નાનીસુની બાબત નથી, એ લેખકને દઢ અભિપ્રાય છે.
પ્રેમલગ્નની પ્રથા જાતિસંસ્થાની સ્થિરતાને પિષક નથી. કારણ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. અને રૂપ ગુણ જાતિ વગેરે કંઈ પણ જવાની જરૂર ન રહે. આવી પ્રેમલગ્નની પ્રથા પાડવામાં આવે તે આનુવંશનું અસ્તિત્વ પણ મટી જાય. પ્રેમ
For Private and Personal Use Only