________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
કયાંથી કરવું ? જગત નામના છેડાથી શરૂ કરવું કે કુટુંબરૂપ નજીકના છેડાથી શરૂ કરવું ? એ પ્રશ્નનો કોઈ ઉકેલ કરશે તે રોજના વ્યવહારની દષ્ટિએ અમારા જેવી પ્રાકૃત વ્યક્તિના મનમાં ઉત્પન્ન થનારી ગુંચવણ ઓછી થશે. હાલ આપણી તરફ બનતા ચમત્કાર જોઈ જરા આશ્ચર્ય થશે. પોતે પતીત અને દીન થએલા બ્રાહ્મણે અસ્પૃશ્યતાને ઉદ્ધાર કરવા નીકળે છે. જે કોઈ બ્રાહ્મણ એની પાસે મદદ માગવા જાય, તે તરત જ તત્ત્વજ્ઞાનનો અને પીઢપણને ભાવ લાવી,
'उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥' તારો આત્મ આત્માથી, આત્માને ન ડુબાડ; આત્મા જ આત્માને બંધુ આત્મા જ શત્રુ આત્મને.”
ભ. ગી. અ. ૬, લેક ૫ એ ઉપદેશ કરવા લાગે છે. કેમ ભાઈ ! ભગવદ્દગીતાને ઉપદેશ અસ્પૃશ્યને લાગુ નથી કે શું?
અહીં એક બાબતનો ઉલ્લેખ કરવાની ઈચ્છા થાય છે તે એ કે જીવનાર્થ કલહનું તત્ત્વ માન્ય કરનારાઓમાં પણ આ તત્વ મુખ્યત્વે કરીને વ્યક્તિ વ્યક્તિના કલહને લાગુ પડે છે એવા પ્રકારની ગેરસમજ ફેલાએલી દેખાય છે. જીવનાર્થ કલહની કલ્પના એટલે વ્યક્તિગત જીવનાર્થ કલહની કલ્પના સમાજશાસ્ત્રમાં પ્રાધાન્ય ભેગવતી નથી. સમાજશાસ્ત્રમાં જે કે આ કલ્પનાને સ્થાન છે, પરંતુ તે કલ્પના ઘણાજ સંકુચિત સ્વરૂપની હોય છે. સમાજશાસ્ત્રમાં જીવનાર્થ કલહ મુખ્યત્વે કરીને સમૂહસમૂહ વચ્ચે હોય છે. જાણે અજાણે એક છવજાતિને બીજી છવજાતિ સાથે અથવા ભૌતિક પરિસ્થિતિ સાથે ઝઘડે ચાલું હોય છે. સંઘપ્રધાન વાની સુરક્ષિતતાને આધાર
For Private and Personal Use Only