________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતાઓનું સમાજરચનાશા
इत्येते चतुरोवर्णा येषां बाही सरस्वती । विहिता ब्रह्मणा पूर्व लोभात्त्वशावतां गताः ॥ १५ ॥
“વર્ષોમાં એકબીજાથી જુદાપણું બતાવનારા કંઈ ગુણ નથી. બ્રહ્મદેવે પહેલાં સર્વ જગત્ બ્રાહ્મણમય ઉત્પન્ન કર્યું, તે બ્રાહ્મણ પિતપોતાનાં વ્યાવહારિક કર્મો અનુસાર જુદા જુદા વર્ગોમાં વિભક્ત થયા. લાલ રંગવાળા ઐહિક ભોગોની ઈચ્છા કરનારા, તીવ્ર વૃત્તિના, ક્રિોધી સ્વભાવના, સાહસી વૃત્તિના બ્રાહ્મણોએ પોતાનો ધર્મ છોડયો તે ક્ષત્રિયત્વને પામ્યા. પીળા રંગના, ગૌશાળા અને ખેતી ઉપર આજીવિકા કરનારા બ્રાહ્મણે વૈશ્ય થયા. હિંસા કરવી, બેટું બેલવું વગેરે જેને પ્રિય છે, જે લેભી છે, જે કંઇપણ કર્મ કરી પિતાની આજીવિકા કરે છે તે કાળા રંગના બ્રાહ્મણોએ આચારની શુદ્ધતાને ત્યાગ કર્યો અને શુદ્ધત્વને પામ્યા.
આ લેકને ચર્ચાની શાસ્ત્રીય પદ્ધતિ લગાડી શકાય તેમ છે જ નહિ. પ્રથમ આ કે મોક્ષધર્મ પર્વમાંના છે અને મોક્ષધર્મમાં ખરી રીતે વર્ણોને વિશેષ (differentia) ન પણ હોય, પરંતુ એ બાબતેને વ્યવહારધર્મો સાથે સંબંધ કેમ થાય છે, એ સમજવું અમારી બુદ્ધિની બહારનું છે. વળી તે બ્લેકમાં કેટલી વિસંગતિ છે? પહેલા શ્લોકમાં કહે છે કે વણને વિશેષ નથી. અંગ્રેજી તર્કશાસ્ત્રની ભાષામાં વર્ણન Differentia કહી શકાશે નહિ, ત્યારે પછીના શ્લોકમાં આપેલું રક્તત્વ, પતિત્વ, કૃષ્ણત્વ એ વિશેષ નહિ તો શું? ઠીક, એ ગમે તે હોય, જુદાં જુદાં કામ કરવાથી આ વર્ષના વિભાગ થયા એટલે ધંધા પરથી વર્ણવ્યવસ્થા થઇ એવો મત આમાં છે. આ સર્વ તત્ત્વજ્ઞાનનાં મૂળમાં લાભાર્કની કલ્પના પ્રચ્છન્ન છે, એ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
અમારા સમાજસુધારકામાંથી ઘણું, જે લોકોએ આ વિશે ધોળા પર કાળું કર્યું છે, અને આ સર્વેની કલ્પનામાં વ્યકિતએ પોતાની
For Private and Personal Use Only