________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર ત્રીજું એમ પણ કહી શકાશે કે પરિસ્થિતિના પ્રવાહમાં આ ફરક પડતા જાય છે. ચોથું એ કે ફરકની આ પ્રવૃત્તિ પિંડની અંતર્ઘટનામાં પણ હોઈ શકે. આ ચારે બાબતમાં સર્વ લોકોએ એક બાબત ગૃહીત માની છે, તે એ કે જે દિશા તરફ ફરક પડતા જાય છે, તે જ દિશા તરફ ઉત્ક્રાંતિનો પ્રવાહ ચાલ્યો જાય છે. આ ગૃહીત કૃત્ય પ્રથમ ગમે તેટલું રૂપાળું લેખાતું હતું પણ આજે તે પ્રમાણરૂપ માની શકાય તેમ નથી. આ ચર્ચાને એક ગ્રંથકાર એવો નિષ્કર્ષ કાઢે છે કે, “ઈન્દ્રિયમાં થોડા થોડા પડતા ફરકે ઉત્ક્રાંતિને મદદ કરે છે એમ કહેનારાં બધાં ત ખેટ જાણી એક બાજુ મૂકી દેવા જોઈએ.”
બીજા તમાં શી ભાંજગડ ઉભી થાય છે એની માહિતી ઘણું લેખકેને હોતી નથી. એકદમ અકારણ ફરક પડે એટલે જે ગુણો પિડામાં મૂળમાં જ ન હતા તે એકદમ પ્રતીત થવા અથવા હિંદુઓની પ્રક્રિયામાં બેલીએ તો અવસ્તુમાંથી વસ્તુસિદ્ધિ થવી, એ કલ્પના પ્રથમ હ્યુગે ડી ડ્રાઈસે (Hugo De Vries) આગળ માંડી. શાસ્ત્રીયભાષામાં એ જ બાબત નીચે પ્રમાણે વ્યક્ત કરી શકાશે. એક પ્રકારની પ્રકૃતિના પ્રાણીવર્ગમાં તદિતર પ્રકૃતિના કેઈ પણ પ્રાણુ સાથે સંકર ન થવા દેતાં પ્રથમ પ્રકૃતિ કરતાં વિપરિત ગુણધર્મો ઉત્પન્ન થવા એટલે જ ફરક. આવા પ્રકારના (Variations) ફરકે પ્રાણીવર્ગમાં થાય છે, એમ સિદ્ધ થશે, ત્યારે ફરક પડે છે એ બાબત માની શકાશે. ગણિતાત્મક પદ્ધતિથી આ મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરી તે પ્રકાર કહે છે કે, “આપણે કહેવાની ફરજ પડશે કે આનુવંશિક થનારા ફરકે એ વાત હજુ સુધી કેઈએ પણ સિદ્ધ કરી નથી, અને ડાવિને આવા ફરકે ગૃહીત માન્યા છે તેથી તેના વિચારોમાં આ વસ્તુ વિષે ગોટાળા ઉત્પન્ન થએલા હોવા જોઈએ. 1 Genetical theory of natural selection by R. A. Fisher. Evolution by means of Hybridization by J. P. Lotsy,
For Private and Personal Use Only