________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનાનાં વિવિધ તો
૧૫
થતું જ નથી એટલે તેમાં ફરક તે રહેતો જ હોવો જોઈએ આ ફરક કેવા પ્રકાર છે તે જોવું આવશ્યક છે, કારણ કે આ ફરકનું યથાર્થ જ્ઞાન ન હોવાથી કેટલાક પંડિતો જાત્યન્તર, વર્ણાન્તર, વગેરે સિદ્ધાંતને અનુમોદન આપી રહ્યા છે. ફરક પડે એના પણ અનેક અર્થો છે. તેમાંથી કયો અર્થ આ પંડિતને માન્ય છે તે તેઓએ સ્પષ્ટ કરી કહેવું જોઈએ.
(૧) બાહ્ય ગુણોમાં દેખાનારા થડા છેડા ફરક એકત્ર થતા જાય છે. (Acquired characters) અને અનેક પેઢીઓ પછી તેનું પરિણામ દેખાવા લાગે છે, જેમ જીરાફની ડોક ઉપયોગને લીધે લાંબી થતી ગઈ (તે હવે પછી કેણ જાણે શા માટે વધતી નથી?)
(૨) એકદમ ગુણમાં ફરક-અકારણ ફરક પડી, તે આનુવંશિક થતો જાય છે, એને શાસ્ત્રીય ભાષામાં ( Mutation) કહે છે.
એમાંથી પહેલાને વધારે વિચાર કરવાની જરૂર નથી. કારણ કે એમાં તત્ત્વજ્ઞાનની અને પ્રત્યક્ષ પ્રયોગોની બંને દષ્ટિએ ઘણું જ દે છે. આ તત્ત્વના અનેક અર્થો કહી શકાશે. જવજાતમાં જે મન છે તેનામાં અનેક પ્રકારના ફરકે પાડવાનું સામર્થ્ય હશે. આમાં બીજાં બે તો ગૃહીત લેવાં પડશે. એક, પિડામાં એવી વ્યવસ્થા (Mechanism) છે, કે જેથી થનારા ફરકે પ્રથમથી જ નિશ્ચિત થઈ તે પ્રત્યક્ષ સૃષ્ટિમાં અવતીર્ણ થાય છે. બીજું એ કે પ્રત્યેક પ્રાણીની વાસના એવી હોય છે કે જેથી તેમના સર્વ શરીરમાં અને શરીરની પ્રત્યેક દિયમાં હિતકારક ફરક પડવા જોઈએ. ઉપયોગ અગર અનુપયોગથી ઇંદ્રિઓ સબલ કે દુર્બલ થતી જાય છે. એ બંને તરોથી સેન્દ્રિય પ્રાણમાં પ્રાગતિક ફરક, સેન્દ્રિય પ્રાણીનું સૃષ્ટિમાં સ્થાન અને પ્રત્યેક ઇન્દ્રિયને પિંડને ઉપયોગ આ સર્વ બાબતેને ખુલાસો થાય છે એમ તેના પ્રવર્તક કહે છે.
Genetical theory of natural selection by R. A. Fishor,
For Private and Personal Use Only