________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
હિંદુઓનું સમાજરચનાશા
પ્રક્રિયાઓમાં બે બાબતે ગૃહીત મનાઈ છે; પહેલી બાબત એ કે જેટલા નું પિષણ થઈ શકે અને અન્નવસ્ત્રો મળી શકે તેના કરતાં વધારે જીવો ઉત્પન્ન થવા જોઈએ; પછી તેમનામાં જીવનાર્થ કલહ થઈ, તેમાંથી સબલ દુર્બલની ચુંટણી થવી જોઈએ, એટલે સબળ તેટલા જ સિલક રહેશે. હાલમાં સમાજ ઉત્તમ રાખવાની આ નૈસર્ગિક પદ્ધતિ થોડી ઘણું અણમાનીતી થતી જાય છે. આધુનિકનું કહેવું એમ છે કે જેટલા જીવોનું પાલનપોષણ કરવું શક્ય છે, તેટલી જ પ્રજા ઉતપન્ન કરવામાં આવે, તો તેની સંભાળ લઈ શકાય અને પરિણામે સૃષ્ટિની પદ્ધતિમાં જે અપરંપાર છવાશક્તિઓ વેડફાય છે તે નહિ વેડફાય અને મનુષ્યનું ધણુંખરું દુખ ઓછું થઈ જશે. અહીં સૃષ્ટાસ્કૃષ્ણને પ્રશ્ન નથી, પરંતુ મનુષ્યનું કષ્ટ દૂર કરવાનો પ્રયત્ન છે. આ બંને પદ્ધતિની તુલના કર્યા પહેલાં, તેમનાં મૂળસ્વરૂપનો વિચાર કરીએ, એટલે તુલના કરવી ઠીક પડશે. - સૃષ્ટિની પદ્ધતિનું મૂળ તત્ત્વ એવું છે કે જેટલા પિંડોનું પોષણ કરી શકાય, તેના કરતાં વધુ પિડે નિર્માણ કરવા અને લાયક પિડે સિલક રહેવાના. બધા જ પિંડે જે એક પ્રકારના હોય, આધુનિક સુધરેલી ભાષામાં કહીએ તો બધા જ જે સમાન હોય તે ચુંટણી કેમ થઈ શકે ? “ચુંટણ” શબ્દ શ્રેષ્ઠ કનિષ્ટ ભાવ હશે તે જ ઉત્પન્ન થશે. આજે તે શાસ્ત્રો નૈસર્ગિક ચુંટણીનું તત્ત્વ કહેવા માટે કંઠશષ કરી રહ્યા છે, અને મુત્સાહી, સમાજના નેતાઓ વગેરે લેકે માનવીસમતાની ઘોષણા કરે છે ! શાસ્ત્રની ઘોષણું સાચી હોય તે આધુનિક સમાજનેતાઓ સમાજને જાણેઅજાણે નાશના માર્ગે લઈ જાય છે, એમ કહેવું પડશે. શાસ્ત્રોની પ્રણાલીને અનુસરીને વિચાર કરીશું તે નિર્માણ થએલા પિડેમાં ફરક હોવો જ જોઈએ એમ જણાશે આ ફરક ક્યાંથી આવે છે ? એક જ માબાપની જુદી જુદી સંતતિ હોય છે તેમનામાં શું એવા ફરકે હોય છે? તેમ ન હેય તે બધી સંતતિ સરખી રીતે જીવવી જોઈએ, પણ આમ તે
For Private and Personal Use Only