________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિ,એનું સમાજરચનાશામ
\\
mahadhinnamon
ઉલ્લેખ કરી પછી જ સમાજશાસ્ત્રને વિચાર કરવો જોઈએ. મનુએ બરાબર એવી જ રીતે કર્યું છે. તેણે સૃષ્ટિઉત્પત્તિ વિષે કરેલી કપનાનું શાસ્ત્રીયત્વે ઠરાવવાનું આ સ્થાન નથી, પરંતુ તેણે શરૂઆત બરાબર કરી છે, એટલું જ ધ્યાનમાં આવે તે બસ છે
સૃષ્ટિની પ્રક્રિયા જઈશું તે દેખાશે કે સૃષ્ટિમાં એકએક એમ છુટક વ્યક્તિઓ ઉત્પન્ન થાય છે, અને પછી સૃષ્ટિ તેને સમૂહ તૈયાર કરે છે. હવે આ સૃષ્ટિના સમૂહે તૈયાર કરવાની પદ્ધતિ આ આપણું જાતિ શબ્દ વડે નિશિત થતી કલ્પના સાથે ક્યાં લગી મેળ ખાય છે તે જોવાનું રહ્યું. આવી વ્યક્તિઓમાંથી કેટલીક સમાવેશ આપણે તરત જ કોઈ પણ સમૂહમાં કરી શકીશું, પરંતુ બધાનું આપણે તેમ કરી શકીશું નહિ, તેથી શુદ્ધ જાતિ અને સંકર જાતિ સંબંધીને પ્રશ્ન રસાયનશાસ્ત્રના શુદ્ધ ધાતુ અને ખનીજ ધાતુના પ્રશ્ન જે મુંઝવનારે છે. એ પ્રશ્નનો ઉકેલ કરેલ હોય તે રસાયનશાસ્ત્રના પ્રયોગો પ્રમાણે જ તેને પ્રયોગશાળામાં ઉકેલ થવા જોઈએ. અનેક વ્યક્તિઓ મળી સમૂહો થાય છે, અને તેમાંથી જાતિ તૈયાર થાય છે. તે સમૂહાતંબૂત કુટુંબ નામને એક નાને સમૂહ હોય છે, તેમાંથી કુટુંબસમૂહ કેને કહે એ પૂર્ણ નિર્વિવાદ નહિ હેય તે પણ લગભગ નિર્વિવાદ જ છે. પરંતુ “ જાતિ” સમૂહની કલ્પના કંઈ તેટલી નિર્વિવાદ નથી. આથી “જાતિ” શબ્દની વ્યાખ્યા કરવા માટે જુદા જુદા લેકે તરફથી વિવિધ પ્રયત્ન કરવામાં આવે છે. કેઈ બાહ્ય શારીરિક આકારનું (somatic traits) માપ નિશ્ચિત કરી તે ઉપરથી સમૂહની વ્યાપ્તિ (accompaniment) નિશ્ચિત કરે છે. બીજા ભાષાશાસ્ત્ર (Philology)ને અભ્યાસ કરી તેના આધારે સમૂહોના સમાનધર્મો કહે છે. ત્રીજી વળી સમૂહોના કેટલાક રીતરિવાજોને પ્રધાન માની તેમની તુલનાથી સમૂહ નિશ્ચિત
૧ મનુસ્મૃતિ ૧-૧-પs
For Private and Personal Use Only