________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
હિંદઓનું સમાજરચનાશાસ્ત્ર
ત્યાં મળતા નથી ! ! આવા અનેક પુરાવા સૃષ્ટિમાં મળી આવે છે, છતાં એક ઠેકાણાના વંશોએ બીજે ઠેકાણે જઈ વસતી કરવી એમ કહેનારા મુત્સદ્દીઓ, તત્ત્વવેત્તાઓ અને નેતાઓ સમાજના હિતકર્તા છે, એમ શી રીતે માનવું કારણ કે ભાવનાથી અને ઉપલક તપાસથી ઠરાવેલા જવાબો શાસ્ત્રપદ્ધતિથી ઠરાવેલા જવાબ સાથે મેળ લેતા નથી. પિતાનું વસતિસ્થાન છેડી બીજે ઠેકાણે વસાહત કરતા નહિ એમ કહેનારા “૩ દ્રિકશ્ય નૌચાલુ શોધતા રંગ: I ધર્મશાસ્ત્રકારે ભૂલ્યા છે એમ કહેવાનું સાહસ અમારાથી થઈ શકતું નથી, એ સુશિક્ષિત ભલે કરે. કઈ પણ પરદેશી વંશ બીજા વસતિરથાનમાં ત્યાંની પ્રજા સાથે રક્તસંકર કે જાતિસંકર કરે તે જીવી શકે છે, પરંતુ સંકર પ્રજા ઉત્પન્ન થાય છે તેનું અંતીમ પરિણામ શું આવે? ભૂતકાળમાં સંકર પ્રજાએ જે સમાજમાં ઉત્પન્ન થઈ તે તે સમાજનું પાછળથી શું થયું ? આજે પણ સંકર પ્રજા ક્યાં ક્યાં થાય છે અને તેનું શું પરિણામ દેખાય છે? સંકર પ્રજામાં ઉત્પન્ન થતી સંસ્કૃતિ કેટલી ઉચ્ચ અને ટકી શકનારી હોય છે? આ સર્વ મુદ્દાઓને વિચાર જાતિ પ્રકરણમાં કરીશું. અહીં એટલું જ કહેવાનું છે કે ધર્મગ્રંથોમાં જ્યાં ધર્મ શબ્દ આવે છે એને અર્થ આચાર થતું નથી. એકંદરે ગ્રંથપરની ટીકાનો ઉપયોગ ન કરતાં ગ્રંથ પરથી જ ગ્રંથને અર્થ કરવાની ઘેલછા સર્વ ઠેકાણે માલમ પડે છે, તે નિયમથી તે ધર્મ શબ્દને “આચાર” એવો અર્થ થઈ શકે જ નહિ. હવે વિદ્વાન પાસે એટલી જ વિનતિ છે કે સમાજના જીવન સંબંધી જે આવા પ્રશ્નો હોય તેને નિર્ણય પક્ષાભિનિવેશ છેડી નગ્ન સત્ય શોધી જેવાને, બની શકે ત્યાં સુધી શુદ્ધ શાસ્ત્રીય પદ્ધતિથી પ્રયત્ન થવો જોઈએ.
For Private and Personal Use Only