________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક પદ્ધતિ અને નિસમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી એ ચાર મહિનામાં હેમંત અને શિશિર ઋતુઓ આવે છે ત્યારે એને ભેગા કહ્યા છે, એટલે તે કાલમાં વર્ષની સ્થિતિ છેને ઘણી ઓછી અપાયકારક હોય છે.
જેવી રીતે ઋતુમાનની સમાજ પર અસર થાય છે, તેવી રીતે વાયુ, વનસ્પતિ, પ્રાશન કરેલું અન્ન વગેરેની પણ અસર થાય છે અને તેને પણ હિંદુસમાજશાસ્ત્રકારોએ વિચાર કરેલું જણાય છે. વાયુ કે વરસાદને સંબંધ ઉપરઉપર જેનારાને દેખાતું નથી, તેથી તે બાબતે વિષે સાશંક રહેવું એજ ડહાપણભરેલું છે, પરંતુ તે વિષે કંઈ પણ સમજી ન લેતાં પોતાનો અભિપ્રાય બતાવે એ એક પ્રકારનું સાહસ જ છે. ઉદાહરણર્થ અમેરિકામાં પંપા નામના જે ઘાસનાં જંગલે છે તેના પર વહેનારો વાયુ જે જે ગામડાઓ કે શહેરે પરથી વહે છે તે તે ગામડાની કે શહેરની વસ્તીમાં કજીઆ કરવાની પ્રવૃત્તિ, ખુન કરવાની પ્રવૃત્તિ વગેરે વિધાતક પ્રવૃત્તિઓની વૃદ્ધિ થએલી જણાઈ આવે છે. અહીં ભૌતિક સ્વાતંત્ર્યની દૃષ્ટિએ એટલો પ્રશ્ન પૂછવાને રહે છે કે ઈશ્વરને ઇન્કાર કરનારા માનવપ્રાણીનું નૈતિક સ્વાતંત્રય વાયુની સામાન્ય લહરીઓ સાથે કેમ નષ્ટ થાય છે? ખરી હકીકત એમ છે કે વ્યકિતગત નીતિ કે અનીતિ અને આખા સંધમાં જ અનૈતિક વાતાવરણ ઉત્પન્ન થવું એ બંને સ્થિતિમાને ફરક આપણી તરફના સમાજ સુધારકને સમજાય જ નથી. ખરું જોતાં તે નૈતિક મૂલ્ય એ શો પદાર્થ છે, એને જ બોધ હજુ તેમને થયું નથી. આવા પ્રકારના વાયુનાં પરિણામને ઉલ્લેખ આપણું આર્યગ્રંથોમાં મળી આવે છે, પરંતુ તે સરખાવી જવાને બદલે તેની મશ્કરી થએલી જણાઈ આવે છે. પદાર્થવિજ્ઞાનશાસ્ત્રની શોધ કરવા માટે અને તેનું જ્ઞાન મેળવવા માટે અત્યંત બારીકાઈથી અને નાજુક્તાથી પ્રયોગો કરવા જોઈએ, બાકી માનવ વિષયક બાબતે માટે કઈ પ્રકારને સૂક્ષ્મ અભ્યાસ કરવાની જરૂર નથી, એ એમને ? Criminal sociology by Enrico Ferri.
For Private and Personal Use Only