________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૈતિક પદ્ધતિઓ અને નિસર્ગ
૧૨૩ mananamnammmmmm
www.
જે પ્રમાણે દિવસના જુદાજુદા ભાગોમાં માનવપ્રાણી ઉપર એટલે કે તેના હાથથી થનારી જુદી જુદી ક્રિયાઓ ઉપર થતાં પરિણામો પ્રત્યક્ષ જણાઈ આવે છે, તેવી જ રીતે વર્ષની જુદીજુદી ઋતુઓનાં પરિણામ પણ માનવસમાજ પર થએલાં દેખાઈ આવે છે, તેથી માનવ આચારનું નિયંત્રણ કરવા ઈચ્છનારાઓએ આ બધી બાબતને વિચાર કરે જોઈએ અને તે વિચાર દીર્ધદષ્ટિવાળા હિંદુસમાજ શાસ્ત્રીએ કર્યો પણ છે. યુરોપમાં મેળવેલા આંકડાઓ (statistics) પરથી એમ જણાઈ આવ્યું છે કે આત્મહત્યા, ગાંડપણ, દારૂના વ્યસનનું ગાંડપણમાં પરિણમવું, સામાન્ય લકવા (અર્ધગવાયુ)નું પ્રમાણુ વગેરેનું પ્રમાણ જાન્યુઆરી મહિનાથી જુન મહિના સુધી વધતું જાય છે અને જુનથી જાન્યુઆરી સુધી ઘટતું જાય છે. આને અર્થ એ કે જાન્યુઆરીથી જુન મહિના સુધીના કાળમાં સૃષ્ટિમાં એ કંઈક ફરક થતું હોય છે કે માનવજીવનને હિતકારક ન હોવો જોઈએ. એમ શા માટે બને છે તેનાં કારણો ભલે કહી શકાય નહિ, તે પણ આ હકીકતની સત્યતા વિષે જરા પણ શંકા લેવા જેવું નથી. વળી વધુ વિગતવાર માહિતી જેવા પ્રયત્ન કરીશું તે એમ જણાશે કે કઈ પણ બાબતમાં થનારા ચડઉતર (Symmetry of carve)ના સરખાપણાને લીધે માનવી જીવન પર જાન્યુઆરી અને ડીસેંબર, ફેબ્રુઆરી અને નવેમ્બર, માર્ચ અને ઓકટોબર, એ જેડીઓને અધિકાર સરખે છે એમ જણાઈ આવશે. સૌથી ખરાબ પરિણામ મે, જુન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાઓમાં થાય છે એમ જણાઈ આવશે. આ પદ્ધતિથી વિચાર કરી, વર્ષની વિભાગણી કરી અને તે વિભાગણી સાથે મેળ લેતાં વ્યક્તિઓએ પાળવાના નિયમે સુધરેલા યુરોપ અમેરિકાની સમાજ પદ્ધતિમાં અમારા વાંચવામાં નથી આવ્યા. ફક્ત હિંદુસમાજ શાસ્ત્રોએ માનવી જીવનપરનાં પરિણામો ધ્યાનમાં લઈ
? Heredity and Selection in Sociology by George Chatter ton Hill.
For Private and Personal Use Only