________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
પ્રવૃત્તિ, સામાજિક નૈતિક મૂલ્યો, ભૌતિક પરિસ્થિતિ, હવામાન, હનુમાન ઇત્યાદિ જગતમાં પ્રતીત થનારા તોથી નિયંત્રિત થએલી હોય છે. તેમની ક્રિયા તેમની આસપાસ ઉત્પન્ન થનારી વનસ્પતિ, ત્યાં મળનારાં ધાન્યો, અને પાસેનાં ઢોર કે જનાવરો વગેરે પર પણ અવલંબી રહે છે. વળી આ બાબતે મનુષ્ય બાહ્ય હોવાથી અને તેના પર પૂર્ણ રીતે કાબુ મેળવવા મનુષ્ય માટે સર્વથા અશક્ય હેવાથી, તેમના વિષયક નિયમે સમજી લઈ તે પ્રમાણે આચાર ભેદ કરવા જોઈએ. અહીં કદાચ આધુનિક સ્વાતંત્ર્યવાદી પૂછશે કે કાર્યને હવામાન સાથે તે શો સંબંધ? તેમને પૂછવાનું હોય તે એટલું જ કે ઉનાળામાં સરકાર પંખા શા માટે વાપરે છે ? અમુક એક મર્યાદા સુધી ઉષ્ણતામાન થઈ ગયા પછી મનુષ્યના હાથથી કાર્ય એટલી સારી રીતે થઈ શકતું નથી, એ બાબત અહીં માની લેવામાં આવી છે, અને તે બરાબર છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા હિંદુસ્તાન જેવા દેશમાં કોઈ પણ પ્રકારનું કાર્ય મધ્યાહ્ન પહેલાં કરવાથી જેટલું સારું બને છે તેટલું તે મધ્યાહ્ન પછી કરવાથી સારું બનતું નથી. આવી રીતે જે કાર્ય કરવાની પદ્ધતિ સ્વીકારવામાં આવે તે કાર્ય વધારે સારું બની સાર્વજનિક પૈસાને વ્યય થતો પણ બચી જશે, પરંતુ અહીં તે સર્વ કામકાજ બપોરે કરવાની પદ્ધતિ પડી ગઈ છે, અને તે જ આપણને નૈસર્ગિક લાગે છે. ઇંગ્લેંડમાં નૈસર્ગિક ઉષ્ણતામાન વિશેષ ન હોવાથી બપોરે કામકાજ કરવાની પદ્ધતિ વિશેષ હાનિકારક નહિ થાય. હિંદુ શાસ્ત્રાએ આ બાબતે વિષે ઘડેલા નિયમો અત્યંત હિતકારક છે, પરંતુ સાહેબનું રાજ્ય જ કંઈ ઓર પ્રકારનું છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીમાં સર્વ પ્રકારના કટિબંધમાં કામકાજ કરવાનો એક જ વખત રાખો એનું નામ સુધારણું ! !
? Criminal Sociology, by Ferri; Modern theories, by Bernardo Dequiro; Criminal man, by Lombroso,
For Private and Personal Use Only