________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
કર્યું છે, એવું સ્પષ્ટ બતાવી શકાશે. જાતીય અભિમાન, સર્વ પ્રકારનું અભિમાન–માત્ર પિલે ગર્વ નહિ–એ તે મહા ઉપયોગી ગુણ છે.
સમાજરચના બે પદ્ધતિથી થઈ શકે. એક પદ્ધતિમાં દરેક ઘટકને જુદો ગણી, સમાજાન્તર્ગત પ્રત્યેક વ્યક્તિમાં, “પોતાની કહી શકાય તેવી પ્રવૃત્તિ કરવાની શક્તિ પિંડમાં જ હોય છે, એમ ધારીને વ્યક્તિને સર્વ પ્રકારનું શિક્ષણ આપી, સર્વ પ્રકારના ધંધા કરવાની છૂટ રાખી, સમાજનો વિકાસ સાધી લેવો, એ તત્ત્વ સ્વીકારવામાં આવે છે, અહીં નૈસર્ગિક ચુંટણીથી અગર નૈસર્ગિક ચુંટણીને નિયમ પ્રમાણપૂર્વક લાગુ કરી, અમુક એક પ્રકારની લકસંખ્યામાં અમુક વિવક્ષિત પ્રકારના માણસો ઉત્પન્ન કરવાં-વગેરે જાતના પ્રયત્ન કરવામાં આવતા નથી. આ પદ્ધતિમાં જન્મથી કેઈને પણ હલકું–ઉચ્ચનીચ માનવામાં આવતું નથી, પરંતુ પછીથી તેના ગુણાનુરૂપ શ્રેષ્ઠ અગર કનિષ્ઠ કરશે અને તેવા સમાજમાં તે રહેશે. અહીં શ્રેષ્ઠ ગુણ ગમે ત્યાં સમાજના કઈ પણ થરમાં સરખા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, એ ગૃહીત માની લીધું છે, તે પ્રાણીશાસ્ત્રના સિદ્ધાંતોથી વિરૂદ્ધ છે અને તેવી પદ્ધતિનું હિતકારકત્વ હજુ સિદ્ધ થવાનું છે. સામાન્ય માણસે કરતાં જેમનામાં થોડા ઘણું પણ હિતકારક ગુણે વધારે હશે તેમની સંખ્યા વધારતા જવું, અને સામાન્ય વ્યક્તિ કરતાં જેના ગુણ હલકા પડે તેમની સંખ્યા ઓછી કરતાં જવું, એ જાતની સુધારણ આ પદ્ધતિમાં થવી જોઈએ, એમ યુરોપના સમાજ સુધારકે પણ હવે કહેવા લાગ્યા છે. બધા સમાન છે અને તેમના ગુણાનુરૂપ તેમને સ્થાન આપવું જોઇએ એમ કહેનારાઓએ ખરેખર સમાજની જનન સંખ્યા પર અસમાન મર્યાદાઓ મૂકવી જોઈએ નહિ. જેની લાયકાત હશે તેટલા જ જીવશે, ફક્ત તેમને સંધી આપવી એટલે બસ, પરંતુ આ લેખકને સમાજ
કર
Eugenic Ruform by Leonard Darwin Page 162
For Private and Personal Use Only