________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાનું અલૌકિક સ્વરૂપ
કયાં મળશે, તેના માટે કેટલી લડાઇઓ કરવી પડશે અને પછી જગતનો કેટલા ભાગ પિતાના હાથમાં આવશે એ વિષેજ હોય છે. પરંતુ હંમેશાં અન્ન પાણીના પ્રશ્ન ઉપર મનનું એકીકરણ કરવું એ કંઈ માનવને વ્યક્તિગત રીતે કે સામાજિક રીતે હિતકારક નથી.
'यो मे गर्भगतस्यापि वृत्ति कल्पितवान् प्रभुः ।
शेषवृत्तिविधानाय स वै सुप्तोऽथवा मृतः ॥' એટલી શ્રદ્ધા પરમેશ્વર પર ન રાખીએ તે પણ જીવનની સર્વ ભાષા રૂપીઆ આના પાઈમાં બોલવી એ શ્રદ્ધાની સ્થિતિ કરતાં વધારે તિરસ્કારને પાત્ર છે.
For Private and Personal Use Only